ભાવનગર

વલભીપુર તાલુકાના પાટણા ગામે જૂની જર્જરીત ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી

ચોમાસુ તેની દસ્તક દઇ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ તેની આગોતરી તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. આવી તૈયારીના ભાગરૂપે વલ્લભીપુરના પાટણાં ગામે આવેલી જૂની અને જર્જરીત ટાંકીને સલામત રીતે તોડીને જમીનદોસ્ત કરવામાં આવી છે.

ટાંકી ઘણાં સમયથી જર્જરીત હતી અને ચોમાસાની ઋતુમાં જો તે નમી પડે કે પડી જાય તો કોઇ જાનહાની ન થાય તે માટે વલ્લભીપુર વહીવટી તંત્ર દ્વારા સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવી હતી

Related Posts