fbpx
ગુજરાત

વલસાડના કકવાડીમાં ફાળવેલી જમીન પરત છીનવી લેતા સ્થાનિકોએ ધારાસભ્યનો વિરોધ કરી નારાજગી દર્શાવી

વલસાડ તાલુકાના દાંતી ગામ ખાતે પ્રોટક્શન વોલ તૂટી જતા દરિયાની મોટી ભરતીના પાણી ગામમાં ફરી વળ્યાં હતા. સાથે વર્ષ ૧૯૭૦થી કકવાડી ગામ ખાતે સરકારી પડતર જમીન મીઠાના અગરિયાઓને ભાડા પટ્ટા હેઠળ મીઠું પકવવા જમીન મંડળીના ખાતેદારોને ફાળવી હતી. જેમાં ૩૦૦થી વધુ પરિવારના સભ્યો નભતા આવ્યાં છે. જે સરકારી જમીન મીઠાના અગરિયાઓ પાસેથી છીનવી લેવામાં આવી છે. જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જાેવા મળી હતી. જેને લઈ દાંતી દરિયા કિનારે ૩૪ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલના કામનું ભૂમિપૂજન માટે ધારાસભ્ય અને ભાજપના અગ્રણીઓ આવવાના હોવાની જાણ કકવાડી ગામના લોકોને થતા કકવાડી ગામના મુખ્ય રોડ ઉપર ધારાસભ્યનો વિરોધ કરવા લોકો એકત્રિત થતા હતા. જાેકે, વડાપ્રધાનના કાર્યક્રમમાં જવાનું હોવાથી ધારાસભ્ય હાજર રહી શક્યા ન હતા. વલસાડના દાતીગામ ખાતે ૩૪ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલનું ખાતમુહૂર્ત વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, સાંસદ ડો.કે.સી પટેલના હસ્તે કરવામાં આવનાર હતું, પરંતુ વડાપ્રધાનના ગુજરાત ના પ્રવાસને લઈ કેવડિયા ગયા હોવાથી દાતીગામ પ્રોટેક્શનવોલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા.

સ્થાનિક મીઠાના અગરિયાઓના પડતર પ્રશ્નોને લઈને ભારે નારાજગી સ્થાનિક યુવાનોમાં જાેવા મળી હતી. સ્થાનિકો કાળા વાવટા બતાવી ધારાસભ્ય ભરત પટેલનો વિરોધ નોંધાવવાના હતા, મુખ્ય રસ્તા ઉપર સ્થાનિક લોકોએ ધારાસભ્ય ભરત પટેલની હાય હાય ના નારા સાથે વિરોધ પ્રદશન કર્યું હતું. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરત પટેલને ટીકીટ આપવામાં આવશે તો સમગ્ર કાંઠા વિસ્તારમાં ધારાસભ્ય ભરત પટેલના વિરોધમાં કામગીરી કરીને ભરત પટેલને હરાવવાનો સ્થાનિક લોકો મન બનાવી ચુક્યા છે તેમ અગ્રણીઓએ જણાવ્યું છે. દાતીકવાડી તેમજ કાંઠા વિસ્તારના ગામોમાં ટંડેલ સમાજ અને કોળી પટેલ સમાજ પ્રભુત્વ ધરાવે છે. આજરોજ કોળી પટેલ સમાજ અને ટંડેલ સમાજ બંને સમાજે સાથે મળીને ધારાસભ્ય ભરત પટેલનો વિરોધ નોંધાવ્યો હતો. આગામી આવનારી વિધાન સભામાં ભાજપ કયા ઉમેદવારને ટીકીટ આપે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી રહેશે. કકવાડી ગામમાં અગરિયાઓ દ્વારા વર્ષ ૧૯૭૦થી સરકારી જમીન લિઝ ઉપર મેળવી મીઠું પકકવાનું કામ કરતા આવ્યાં છે જે હાલ સરકાર દ્વારા અગરિયાઓને લિઝ પર ફાળવેલી જમીન છીનવી લેતા સ્થાનિક લોકોમાં નારાજગી જાેવા મળી રહી છે.

સ્થાનિક લોકોએ વારંવાર ધારાસભ્ય સહિત ભાજપના અગ્રણીઓને રજૂઆતો કરવા છતાં તેમની કાગણીઓ પૂર્ણ ન થતા સ્થાનિક લોકોમાં નારાજગી જાેવા મળી રહી છે. દાંતીકવાડી ગામ ખાતે પ્રોટેક્શન વોલનું ધોવાન થતા દરિયાની ભરતીના પાણી ગામમાં ફરી વળ્યાં હતા. જેને લઈને સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરીને ૩૪ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. નવી પ્રોટેક્શન વોલની ૧.૫ કિમીની દીવાલ અને વોક વેનું કામ ૩૪ કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યું છે. જેનો લાભ સ્થાનિક લોકોને જ મળશે તેમ ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું. કકવાડી ગામ અને અજુવાજુના ગામોમાં કરોડો રૂપિયાના વિકાસના કામો કર્યા છે. સ્થાનિક લોકો રાજકીય કિન્નખોરી રાખી ખોટો વિરોધ દર્શાવી રહ્યા છે. કકવાડી ગામમાં સ્થાનિક અગ્રણીઓની રજૂઆત મળ્યાં બાદ ટૂંક જ સમયમાં કામોને પ્રાધાન્ય આપી ૩ કરોડથી વધુના કમો કર્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી આવતા સ્થાનિક લોકોને ગુમરાહ કરવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે. તેમ ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts