fbpx
ગુજરાત

વલસાડના દિવેદમાં રેલવે બ્રિજના રૂ.૧૨ લાખના થાંભલાની ચોરી

વલસાડના અતુલ પાસે દિવદ નજીક એલએન્ડટી કન્સ્ટ્રકશન દ્વારા રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.જે માટે લોખંડના થાંભલાઓ રાખવામા આવ્યા હતા.દરમિયાન કંપનીના સ્ટોર ઇન્ચાર્જ અંજાેન બેનરજી અને તેમનો સ્ટાફ સ્ટોક ચેકિંગ કરવા નિકળ્યા હતા ત્યારે બ્રિજ માટેને લોખંડના થાંભલાની ગણતરી કરતાં ઓછા જણાયા હતા.સ્ટોકની વધુ તપાસ કરતાં ૯ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટૈમ્બર સુધીના ગાળામાં લોખંડના ૫૨ થાંભલાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેની કુલ કિંમત રૂ.૧૨ લાખ થાય છે.કંપનીએ તપાસ ચાલૂ રાખી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે,દિવેદના રેલવે બ્રિજના લોખંડના થાંભલાની ચોરી કરનાર મનીષ,ગોર્ધન શેની, વીપીન રામચંદ્ર બિરબલ બરાલા,મહેતાસકુમાર મહેશકુૂમાર બેગારામ જાટ અને ગોકુલ બજનારાન જાટને સુરત શહેરની સચીન પોલીસે પકડી પાડ્યા છે.આની જાણ થતાં જ સ્ટોર ઇન્ચાર્જ અંજાેન બેનરજીએ આ ચારે ઇસમ વિરૂધ્ધ રૂ.૧૧.૯૮ લાખના રેલવે બ્રિજની સાઇટ પરથી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી.

Follow Me:

Related Posts