વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પળ ગામ ખાતે આવેલા આકાશ ફાર્મમાં શ્રમિકોને કેરી વેડવાની કામગીરી ફાર્મ સંચાલિકા બીનાબેન આશીતભાઈ મહેતાએ આપી હતી. તેમણે શ્રમિકોને કેરી બેડવાના સાધનો આપી યોગ્ય જગ્યાએ સાવચેતી રાખી કેરી વેડવા સૂચના આપી હતી. બીનાબેન મહેતાના ફાર્મમાં કેરી શ્રમિક ઉલ્લા મોરુભાઈ માછી કેરી બેડી રહ્યા હતા. દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની લાઈને કેરી વેડવાની બેડી અડી જતાં ઉલ્લા મેરુભાઈ માછીને કરંટ લાગ્યો હતો. ઉલ્લા મેરુભાઈ માછીને કરંટ લાગ્યો હોવાની સાથી શ્રમિકોને જાણ થતાં તેને બચાવવા ગયેલા વિપુલ ભાઈને પણ કરંટ લાગ્યો હતો. જાે કે શ્રમિક ઉલ્લા મેરૂ માછીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે વિપુલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ આકાશ ફાર્મના સંચાલિકાને થતાં તેઓ તાત્કાલિક ગામના અગ્રણીઓ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ની ટીમ અને ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી.
૧૦૮ની ટીમે શ્રમિક વિપુલને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યારે વીજ કરંટ લાગતા મૃત્યુ પામેલા ઉલ્લા મેરૂભાઈ માછીની લાશનો ઉમરગામ પોલીસે કબ્જાે મેળવી નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવા આવી હતી. ઉમરગામ પોલીસ મથકે ઘટના અંગે આકાશ ફાર્મમાં સંચાલિકા બીનાબેન મહેતાએ આકસ્મિક મોતની નોંધ કરાવી હતી. ઉમરગામ પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી એક આંબાવાડીમાં આંબા ઉપરથી કેરી વેડતા શ્રમિકને બાજુમાંથી પસાર થતી વીજ લાઈનને કેરી વેડવાની બેડી અડી જતાં શ્રમિકને કરંટ લાગ્યો હતો. શ્રમિકને બચાવવા ગયેલા અન્ય શ્રમિકને પણ કરંટ લાગતા તે દૂર ફેંકાઈ જતા ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ આંબા વાડીની સંચાલિકા મહિલાને થતાં તેણે અગ્રણીઓ અને પોલીસ તથા ૧૦૮ની ટીમને જાણ કરી હતી. પોલીસે શ્રમિકની લાશનો કબ્જાે લઈ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્ત શ્રમિકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.
Recent Comments