વલસાડ પારડીના બરૂડિયા વાડા પ્રાથમિક શાળા સામે રહેતા ૪૧ વર્ષીય વિજય ગોવિંદભાઇ પટેલની પત્ની ૨ બાળકોની સાથે વિજયને એકલો મૂકી જતી રહી હતી. જેથી આજે ૨૫ ડિસેમ્બરે એકલવાયા જીવનથી કંટાળીને વિજયે નજીકમાં આવેલા પાર્શ્વનાથ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસ અને ૧૦૮ની ટીમને થતા તેમણે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હર્ત વિજયની લાશનો પોલીસે કબ્જાે મેળવી ઁસ્ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.
બનાવ અંગે વિજયની બહેન મીનાક્ષી દિલીપ પટેલે સિટી પોલીસ મથકે એક્સિડેન્ટલ ડેથની નોંધ કરવી હતી. પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ લઈ આગળની તજવીજ હાથ ધરી હતી.વલસાડ પારડીના બરૂડિયા વાડ વિસ્તારમાં રહેતા ૪૧ વર્ષીય આધેડે એકલવાયા જીવનથી કંટાળીને આજે શનિવારે સવારે નજીકમાં આવેલા એપાર્ટમેન્ટના ટેરેસ ઉપરથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસ અને ૧૦૮ની ટીમને થતા પોલીસે લાશનો કબ્જાે મેળવી લાશનું ઁસ્ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.
Recent Comments