વલસાડ એલસીબીની ટીમના જવાનોને જુગારના ગુનાનો વોન્ટેડ આરોપી પપ્પુ વાંકલ ગામના જીવી ફળિયામાં આવેલી ફતેસિંહ દેસાઈની આંબા વાડીમાં જુગાર રમવા આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમના જવાનોએ તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ રેડ કરી ચેક કરતા પપ્પુ પોલીસને આવતા જાેઈ વાડીમાંથી ભાગી છૂટ્યો હતો. વલસાડ એલસીબીની ટીમે ૬ ઇસમોને દારૂની મહેફિલ સાથે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. એલસીબીની ટીમે ચેક કરતા રોકડા રૂ. ૭૨ હજાર, ૭ મોબાઈલ,૧ દારૂની ભરેલી બોટલ અને ૧ ખાલી બોટલ, ૫ મોટર સાઇકલ મળી કુલ ૨.૩૭ લાખના મુદ્દામાલ સાથે ૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એલસીબીની ટીમે ભાગી ગયેલો પપ્પુ અને અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી આરોપીઓનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરવી આગળની તપાસ હાથ ધરી છે.
પંકજ ઉર્ફે પપ્પુ ચેતન રબારી નામનો જુગાર રમવાની આદતથી ટેવાયેલો વોન્ટેડ આરોપીની બાતમી મળી હતી. ફતેસિંહ દેસાઈની વાડીમાં વલસાડ પોલીસનો એક વોબટેડ આરોપી પપ્પુને ઝડપી પાડવા ગઈ હતી. પપ્પુ પોલીસને આવતા જાેઈ આંબા વાડીમાંથી ભાગી છૂટ્યો હતો. એલસીબીની ટીમના હાથમાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે પપ્પુ નામના ઈસમ સામે વધુ એક ગુનામાં આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વાંકલ ગામ ખાતે આવેલી એક વાડીમાં જુગારના કેસનો વોન્ટેડ આરોપી આવ્યો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી. વલસાડ એલસીબીની ટીમે રેડ કરી ચેક કરતા દારૂની મહેફિલ માણતાં તથા જુગાર રમતા કુલ ૬ ઇસમોને ૨.૩૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
Recent Comments