વલસાડમાંથી બિલ વગરનો ૫૭ લાખથી વધુના અનાજનો જથ્થા સાથે બેની ધરપકડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બાબરખડકમાં આવેલી સિલ્વર એગ્રો ફૂડ પ્રોડક્ટ કંપનીમાં પોલીસે રેડ કરતાં ૨૬૭૬ નંગ ૫૦ કિલો ઘઉંની બોરી જેની કિંમત ૩૨ લાખ ૧૧ હજાર ૨૦૦ રૂપિયા, ૧૦ કિલો આટા પેકેટ નંગ ૫૧૦ જેની કિંમત ૧ લાખ ૯૩ હજાર ૮૦૦ રૂપિયા, ૨૫ કિલો આટાના ૧૧૨૮ પેકેટ જેની કિંમત ૨ લાખ ૨૫ હજાર ૬૦૦ રૂપિયા, ૨૫ કિલોના અન્ય ૧૦૪ નંગ મળી રૂ. ૮૮ હજાર ૪૦૦ રૂપિયા અને પેકિંગ મશીન મળી કુલ ૫૨ લાખ ૪૮ હજાર ૭૦૦ રૂપિયાનો ગેરકાયદેસર મુદ્દામાલ કબ્જે કરી કંપની સીલ કરાઈ છે. પોલીસે સીઆરપીસી ૧૦૨ની કલમ અનુસાર ગુનો નોંધી બે લોકોની અટકાયત કરી છે, જેના બાદમાં તેમનો જમીન પર છૂટકારો થયો છે.
જ્યારે જાેગવેલ ખજૂર ફળીયામાં આવેલી જાેગવેલ ફ્લોર એન્ડ રાઈસ મિલ ગેરકાયદેસર અનાજનો જથ્થો ભેગો કરી મશીન ઉપર લોટ દળવાની કામગીરી ચાલતી હોવાથી પોલીસે સ્થળ તપાસ કરતાં ઘઉંનો જથ્થો, ૫ અને ૧૦ કિલો ઘઉંના લોટના પેકેટ સહિત રૂ. ૪ લાખ ૫૬ હજાર ૬૨૫નો મુદ્દામાલ કબ્જે લીધો છે. તેમજ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ પણ મામલતદારે જાેગવેલમાં રેડ કરતા મોટો સરકારી અનાજનો જથ્થો ભૂતકાળમાં ઝડપાઇ ચુક્યો છે. ઉપરાંત કેસ પણ કરાયો હોવા છતાં ફરીથી આ મિલ કોના ઈશારે ફરી ધમધમી રહી છે જેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જે ફરી પોલીસનો છાપો પડતાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિ ફરી છતી થઈ છે.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડકમાં ચાલતી સિલ્વર ફૂડ કંપનીમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો મળી આવતાં તેને સીલ કરવામાં આવી હતી. જ્યારે જાેગવેલમાં ચાલતી ફ્લોર એન્ડ રાઈસ મિલમાંથી ગેરકાયદેસર અનાજ અને લોટનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જેમાં બિલ વગરનું ગેરકાયદેસર અનાજ લાવી તેને દળીને ૫ કિલો અને ૧૦ કિલોના લોટના પેકેટ બનાવી બજારમાં વેચાણ કરાતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે સ્થળ તપાસ હાથ ધરતાં સમગ્ર કિસ્સો સામે આવ્યો છે. પોલીસે બંને સ્થળેથી કુલ રૂ. ૫૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Recent Comments