વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક મોતીવાલા ફાટક પાસે રહેતા શ્રમજીવી પરિવારમાંથી બી.કોમ.ના બીજા વર્ષની વિદ્યાર્થીની ગુરુવારે ટ્યુશન માટે ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક મોતીવાલા ફાટક પાસે રહેતા શ્રમજીવી પરિવારમાંથી બી.કોમ.ના બીજા વર્ષની વિદ્યાર્થીની ગુરુવારે ટ્યુશન માટે ગયા બાદ ઘરે પરત ફરી ન હતી, જેથી પરિવારજનોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. મોતીવાલા ગેટ પાસે આંબાવાડીમાંથી બાળકીની લાશ મળી આવી હતી.
શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારના સભ્યો તાત્કાલિક બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. પીએમ રિપોર્ટમાં બળાત્કાર અને હત્યાનો ખુલાસો પારડી પોલીસની ટીમને ઘટનાની માહિતી મળતાં પારડી પોલીસે તાત્કાલિક લાશનો કબજાે લઈ યુવતીના મૃતદેહને પેનલ પીએમ માટે સુરત લઈ જવાયો હતો. પેનલ પીએમના પ્રાથમિક રિપોર્ટમાં બાળકી પર બળાત્કાર કરી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પારડી પોલીસે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધી હતી.
આ કેસમાં વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડીએસપી એ.કે.વર્મા અને બી.એન.દવેની આગેવાની હેઠળ વલસાડ એલસીબી, એસઓજી સહિત વલસાડ જિલ્લા પોલીસની કુલ ૧૦ જુદી જુદી ટીમોએ તપાસ શરૂ કરી છે. ચાલી અને જીઆઈડીસીમાં તપાસ પોલીસ ટીમે ઘટના સ્થળ અને નજીકની ચાલીમાં રહેતા લોકોની તપાસ કરી છે, જેમાં ૨૨થી વધુ ચાલીઓમાં રહેતા લોકોની ચોક્કસ હાજરી અને ગેરહાજરી અંગે તપાસ કરવામાં આવી છે. ૧૦થી વધુ શંકાસ્પદ વિશે બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આથી પોલીસની બીજી ટીમને પારડી જીઆઈડીસીમાં આવેલી કંપનીઓમાં કામદારોની ગેરહાજરી અંગે માહિતી મળતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટના બાદ પારડી જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની ગેરહાજરી અને વર્તનમાં આવેલા ફેરફાર અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જીઆરપીની ટીમની મદદ લેવામાં આવી હતી આ ઉપરાંત વલસાડ પોલીસની ટીમ ઘટના સ્થળ નજીકના રેલવે ટ્રેક પર જીઆરપી (રેલ્વે પોલીસ)ની ટીમની અલગથી મદદ લઈ રહી છે. રેલવે ટ્રેક પરથી મળી આવેલા કેટલાક કપડા અને બેગ અંગે પોલીસે બેગ અને કપડાનો ઉપયોગ કરતા યુવકોની શોધખોળ હાથ ધરી છે. પારડી પોલીસ પીઆઈ જી.આર.ગઢવીએ શંકાસ્પદ કપડાં અને વસ્તુઓના ફોટોગ્રાફ્સ પારડી જીઆઈડીસીના કંપની સુપરવાઈઝરને મોકલ્યા હતા જેથી તેનો ઉપયોગ કરતા વ્યક્તિઓને શોધી શકાય.
ડીએસપી બી.એન.ની આગેવાનીમાં સુરત અને મહારાષ્ટ્રમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. દવેએ જણાવ્યું હતું કે પોલીસ યુવતીના કોલેજના મિત્રો અને ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી યુવતીના નજીકના મિત્રોની પૂછપરછ કરીને યુવતીની હત્યા પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત શંકાસ્પદોની પૂછપરછ કરવા માટે બે અલગ-અલગ પોલીસ ટીમા ે સુરત અને મહારાષ્ટ્ર વિસ્તારમાં મોકલવામાં આવી છે. વલસાડ પોલીસની ટીમ ટ્યુશન ક્લાસમાંથી યુવતીની પાછળ કોઈ આવ્યું હતું કે કેમ, યુવતીને આંબાવાડી પાસે કેમ રોકી હતી વગેરે તપાસ કરી રહી છે. હાલમાં, અમે ઘટનાની આસપાસના વિસ્તારોમાં યુવતીના મિત્રો અને પરિવારના સભ્યોના નિવેદનો લઈને સ્થાનિક સ્તરે કડીઓ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હજુ સુધી કોઈ મહત્વની કડી મળી નથી.
Recent Comments