fbpx
ગુજરાત

વલસાડમાં દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, ૧૫ નબીરાઓ ઝડપી લીધા

વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે ત્રાટકીને રંગમાં ભંગ પાડ્યો હતો. શહેરના પોસ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીમાં ચાલતી દારૂની મહેફિલ પર વલસાડ પોલીસે દરોડા પાડ્યા હતા. રેઇડમાં પીઆઈ સહિત મોટો કાફલો સ્થળ પર પોહચ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં સોસાયટીના મકાન નંબર ૮ના ટેરેસ પર ચાલતી દારૂની મેહફીલ માણતા ૧૫ શોખીનો ઝડપાઈ ગયા હતા. આ સાથે દારૂની બોટલો અને મોંઘા સાત વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. વલસાડ પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, ૨૦થી વધુ મોબાઈલ ફોન સહિત ૭ વાહનો મળી કુલ ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોંઘીદાટ કાર, મોંઘા મોબાઈલ અને હાઇફાઈ દારૂ મળ્યો પણ મળી આવ્યો હતો. આ મહેફિલમાં વલસાડ નગર પાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી હતી.

માજી પાલિકા સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદાર તેમજ ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત મોટા ઘરના નબીરાઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી અડધી રાત્રે પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં અનેક જાણીતા ચહેરાઓ પણ પહોંચ્યા હતા. જાેકે, પોલીસે કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા વિના તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ વલસાડ શહેરની મધ્યમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓએ દારૂની મેહફીલ યોજવાના મામલે જિલ્લાના રાજકારણમાં પણ ખડબડાટ મચી ગયો છે. આ મહેફિલમાં વલસાડ નગર પાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી હતી. દારૂની હાઇપ્રોફાઇલ મહેફિલ ઝડપાતા આખા વલસાડમાં ચર્ચા થઇ ગઇ છે. બ્રાન્ડેડ કારની સાથે ટુ વ્હિલર મળીને સાત વાહનો મળી આવ્યા છે.

Follow Me:

Related Posts