વલસાડમાં દિપડાનો આતંકઃ લોકોમાં ભય, ઠેર-ઠેર પાંજરા ગોઠવાયા
વલસાડ જિલ્લામાં દીપડાઓનો આંતક વધી રહ્યો છે. જિલ્લામાં દીપડાઓ અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યાં છે. રાતના જ નહિ, પરંતુ દિવસના સમયમાં પણ હવે દીપડાઓ દેખાવાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ઉનાળો શરૂ થતાની સાથે દીપડાઓ જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ઉનાળાના સમય દરમિયાન જંગલ વિસ્તારમાં પીવાના પાણીના અભાવના કારણે દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પીવાનું પાણી તથા શિકારની શોધમાં આવી ચઢે છે. ત્યારે વલસાડ જિલ્લાના ગામમાં ખૂંખાર દીપડાઓનો આંતક વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના ગામડાઓ અને આસપાસના વિસ્તારમાં હિંસક દીપડાઓ જાેવા મળી રહ્યાં છે. સાથે જ ગામના છેવાડાના વિસ્તારોમાંથી આ દીપડાઓ બકરા અને અન્ય નાના પશુઓનો શિકાર કરતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આથી સ્થાનિક લોકોએ દીપડાઓને ઝડપવા વનવિભાગને રજૂઆત કરી છે. આથે વન વિભાગે પણ ત્વરિત પગલા લઈને પાંજરા ગોઠવી દીપડાઓને પકડવાનું અભિયાન ચાલુ કર્યું છે.
પરંતુ વલસાડ જિલ્લામાં વધતી જતી દીપડાઓની સંખ્યા વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવવાના બનાવો વધી રહ્યાં છે. આ અગાઉ પણ અનેક વખત હિંસક દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીકથી ઝડપાઇ ચૂક્યા છે. આથી જંગલમાંથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓના રહેણાંક વિસ્તાર નજીક આવવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આ બનાવો લાલબત્તી સમાન છે.
Recent Comments