આમ તો ગુજરાતમાં દારૂ પર કડક પ્રતિબંધ છે, તે છતાં અનેક વાર દારૂ ઝડપાય છે. પરંતુ તમને સાંભળીને આશ્ચર્ય થશે, કે પોલીસ જ બુટલેગર બની જાય તો નિયમો અને કાયદો કોના ભરોસે? વલસાડના વાપીમાં આવેલા ડુંગરા ખાતે એક પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતો પકડાયો છે. આ પોલીસકર્મી સુરતના પાંડેસરાનો છજીૈં રોનક ઈરાની હોવાનું સામે આવ્યું છે. ડુંગરા પોલીસે આરોપી છજીૈં પાસેથી ૯૬ હજારનો દારૂ જપ્ત કર્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરાના છજીૈં અને આરોપી રોનક ઈરાનીને ડુંગરા પોલીસે કોર્ટમાં રજૂ કર્યો છે. એક તરફ વલસાડની ડુંગરા પોલીસે સરાહનીય કામગીરી કરી છે તો બીજી તરફ સુરતના છજીૈંએ દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા છે. જાે પોલીસ જ બુટલેગર બની જશે તો જનતા કોના ભરોસે રહેશે? પોલીસની રહેમનજર હેઠળ જ દારૂનું બેફામ વેચાણ થશે. ઉલ્લેખનીય છે, જાે ડુંગરા પોલીસે રોનક ઈરાનીને ન પકડ્યો હોત, તો સુરતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો જાણે, કે આ પોલીસકર્મીને કાયદાનો કોઇ ભય જ નથી. કાયદો હાથમાં રાખનાર પોલીસકર્મીનો આ શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. હાલ, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
વલસાડમાં પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતો પકડાયોસુરતના પાંડેસરા પોલીસના છજીૈં રોનક ઇરાનીની ધરપકડ

Recent Comments