વલસાડમાં બિનવાસરી ગાડીમાંથી લાખો રૂપિયાનું બિનવારસી ચરસ મળતા ચકચાર
જિલ્લામાંથી ફરી એકવાર નશાનો કારોબર ઝડપાયો છે પણ આ વખતે જે જથ્થો મળ્યો તે બિનવારસી છે. યુવાધનને બરબાદ કરવા માટે અવારનવાર ગાંજાે, ચરસ અને દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. આવા સમયે પોલીસની નાક નીચેથી પણ બુટલેગરો ગોરખધંધો કરવાનું ચાલુ રાખે છે. આ વખતે પણ વલસાડમાં આવુ જ કઈક થયું છે. વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત નશીલા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે વલસાડ નજીક આવેલા વેજલપુર ગામમાં બીનવારસી કાર અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસે અહીં આવી તપાસ કરી તો આંખો પહોંળી થઈ ગઈ.
કારણ કે કારમાં પડ્યો હતો મોટી માત્રામાં ગાંજાે. કારમાં રાખેલા થેલા અને ડ્રમમાં ૩૬ કિલોગ્રામ એટલે કે અંદાજિત ૩ લાખ જેટલો ગાંજાે પોલીસે જપ્ત કર્યો છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ અને કાર અને ગાંજાને કબજે કરી પોલીસ સ્ટેશને લાવ્યા હતાં. અત્યારે પોલીસે આ બિનવારસી ગાંજાે મૂકી જનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
અને આ કાર કોની છે?? ગાંજાે અહીંયા કેવી રીતે આવ્યો?? અને ગાંજાના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે ?? તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ માટે આ કોયડો છે કે કારમાં જ ગાંજાે લાવ્યા હતા કે બીનવારસી કાર જાેઈ પોલીસના ડરથી છૂપાવી ગયા હશે. હાલ તો પોલીસ આ બીનવારસી ગાંજા અને કારના માલિકની શોધમાં લાગી છે.
Recent Comments