વલસાડના રામ રોટી ચોક વિસ્તારની આ ઘટના છે. જેમાં બે દિવસથી એક અજાણ્યો ભિક્ષુક લાઇબ્રેરી સામે સૂતો હતો. ભિક્ષુકમાં કોઈ પણ પ્રકારની હલનચલન દેખાતી ન હતી. તેથઈ સ્થાનિકોએ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ભિક્ષુક જેવા વ્યક્તિને બેહોશીની હાલતમાં સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતું. ત્યારે મૃતક પાસેથી ૧.૧૪ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ભૂખના કારણે ભિક્ષુકનું મોત નિપજ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતું હાલ તેની પાસેથી મળેલા લાખો રૂપિયા સમગ્ર વલસાડ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મૃતક પાસેથી મળેલા રૂપિયાને પોલીસને સુપરત કરાયા.
વલસાડમાં ભિક્ષુકનું મોત, ૧.૧૪ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા

Recent Comments