વલસાડમાં સવારથીજ વાદળછાયા વાતાવરણ બાદ સાંજે વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં વાદળો દેખાવ લાગ્યા હતા જેથી ગરમીમાં પણ ઘટાળો થતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો પણ બપોર બાદ વલસાડના કપરાડાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સુથાળપાડા વડોલી, રાનવેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાયો છે. પવન સાથે વરસાદથી અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ પણ થોડા સમય માટે ખોરવાયો હતો ત્યારે બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ,પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Recent Comments