fbpx
ગુજરાત

વલસાડમાં ૧૪૫.૧૪ કરોડની પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

જિલ્લાના પારડી તાલુકાના ધગડમાલ ગામે ૧૪૫.૧૪ કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાનું આજે (શુક્રવાર) ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે ખેડૂત આંદોલનને મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, આંદોલનની ચાલુ ગાડીમાં રાજકીય રોટલા સેકવા કોંગ્રેસ બેસી ગઈ છે. તેમને એમ પણ કહ્યું કે, પાણીની સમસ્યા માટે કોંગ્રેસના રાજમાં ટેન્કર રાજ ચાલતા હતા અને એમાં કૌભાંડ પણ થયા છે.
પારડી તાલુકાના ધગડમાળ ગામે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે વલસાડ જિલ્લાની કાર્યરત એવી પાણી પુરવઠા યોજનાનો ખાતમુહૂર્ત કર્યું હતું. જેના થકી જિલ્લાના ત્રણ તાલુકાઓ અને વિશેષ લાભ થશે. કોરોનાના કાળમાં સામાન્ય જીવન પર અસર ન પડે એવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. ખાસ કરીને લોકોના ધંધા રોજગાર છીનવાઈ જાય એ માટે કોરોનામાં સરકાર દ્વારા આ તકેદારી રાખવામાં આવી હતી.વલસાડ જિલ્લો એટલે ગુજરાતનું ચેરાપુંજી તરીકે ગણવામાં આવે છે.
અહીં વરસાદ ખૂબ જ પ્રમાણમાં પડતો હોય છે, પરંતુ તેની સામે પીવાના પાણીની સમસ્યા અહીં આગળ વધવું છે. જેને લઇને ગુજરાત સરકારે અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં ૧૫૦૦ કરોડથી વધુની યોજનાઓ અમલમાં મુકી છે.પાણી પુરવઠાના યોજના ખાતમુહૂર્ત પ્રસંગે આવેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં પણ પાણીની સમસ્યા માટે તેમણે ટેન્કર રાજ શરૂ કર્યા હતા અને ટેન્કર રાજમાં માથાભારે મહિલાઓએ પાણી ભરતી હતી. લોકો પાણી લેવા માટે પડાપડી કરી ઝઘડો કરતા હતા અને ટેન્કર આજના સમયમાં અનેક કૌભાંડો પણ થયા છે.
ભાજપ સરકારે આ ટેન્કર રાજ ખતમ કરવાનું નક્કી કર્યું છે.ખાતમુહૂર્ત પ્રસંગે બોલતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની રસી આગામી સમયમાં આવશેે અને પ્રાથમિક જરૂરિયાત કોને છે એવા લોકોને એટલે કે ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને તેની વિશેષ જરૂરીયાત છે અને આવા લોકોને ગામના છેવાડેથી લઇ શહેર સુધી સર્વે કરવામાં આવ્યો છે. આ સાથે સાથે ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રાથમિકતાને ધોરણે આ રસી આપવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારે વિશેષ આયોજન કર્યું છે.

Follow Me:

Related Posts