fbpx
ગુજરાત

વલસાડ એસઓજીએ ગેરકાયદેસર બાયો-ડિઝલ વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો

વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે ફરી એક વખત વલસાડ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણનાં રેકેટનો પર્દાફાસ કર્યો છે. આ વખતે એસઓજીની ટીમે વલસાડના ધરમપુર રોડ પરથી ગેરકાયેદસર વેચાણ થતા ૭૫૦ લીટરથી વધુ બાયો ડિઝલનો જથ્થો અને અન્ય સામગ્રી મળી અંદાજે ૧૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓ અગાઉ ચાલતો બાયો ડિઝલનો પંપ બંધ થઇ જતાં તેઓએ શોર્ટકટમાં પૈસા કમાવાનું ચાલુ જ રાખ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા એક મહિનામાં ૧૦ થી વધુ બાયોડીઝલના કેસ નોંધી અનેક આરોપીઓની ધરપકડ કરી લાખો રૃપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જાેકે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનોમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઈલ કે ડુપ્લીકેટ બાયોડીઝલ બનાવી સસ્તા ભાવે આ વાહનોમાં બાયો ડીઝલ ભરવાનું એક મસમોટું રેકેટ ચાલતું હતું.

અત્યાર સુધી પોલીસે જિલ્લા ના અનેક વિસ્તારોમાંથી બાયોડીઝલનો રેકેટ ઝડપી પાડયા છે. જેમાં વધુ એક કિસ્સો વલસાડ ધરમપુર રોડ પર સામે આવ્યો છે. જેમાં શાંતિલાલ આહીરનામનો મુખ્ય આરોપી જે અગાઉ એસ.વી.એલ નામનો બાયો ડીઝલનો પંપ ચલાવતો હતો પરંતુ જિલ્લામાં ચાલતા બાયો ડીઝલ પંપોને તંત્રએ બંધ કરાવી દેતા સ્થાયી પં ની જગ્યાએ પોતાની માલિકીની મહિન્દ્રા પીક-અપ ગાડીમાં જ લોખંડની ટાંકી બનાવીને તેમાં ડીઝલનો જથ્થો ભરી અને ત્યારબાદ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર થી પસાર થતા ભારે વાહનોમાં સસ્તા ભાવે બાયોડીઝલ ભરી આપવાનું રેકેટ ચલાવતો હતો.

વલસાડ એસ.ઓ.જી પોલીસ ની ટીમ ના પીઆઇ વી બી બારડ અને પીએસઆઇ એલ.જી રાઠોડ ને કે.જે. રાઠોડ ની ટીમને મળેલી બાતમીના આધારે જ્યારે એસઓજીની ટીમે રેડ કરી એ વખતે પણ આરોપીઓ મહિન્દ્રા પીક-અપ ગાડી માં પોતે બનાવેલા હરતા-ફરતા બાયો ડીઝલ પંપ માંથી એક ટ્રકમાં બાયો ડીઝલનો જથ્થો ભરી આપતા હતા એ વખતે જ પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા.

Follow Me:

Related Posts