વલસાડ જિલ્લા પોલીસની એસઓજીની ટીમ દ્વારા ગેરકાયદેસર, બિલ વગરનો અનાજ નો જથ્થો ઝડપ્યો હતો, પારડી તાલુકાના અરનાલા ખાતે એક શોપિંગ સેન્ટર મા ચાલતું સરકારી અનાજ નું કાળા બજારના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે રેડ કરીને બિલ વગરના અનાજ ના કુલ ૧૮૨ કોથળામા ૮૨૨૦ કિલો અનાજ જપ્ત કર્યું હતું, જેમાં ૩૧૪૦ કિલો ઘઉં, ૨૭૦૦ કિલો બાજરી , ૨૩૦૦ કિલો ચોખા અને ૮૦ કિલો ચણા જપ્ત કર્યા હતા. દુકાન માલિક કૃણાલ ગુર્જર ને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ પણ પોલીસ શરૂ કરી દીધી છે અને ત્યાં દુકાનમાંથી ૩ લોકો ની અટકાયત કરી કુલ ૧,૮૨,૩૨૦ રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી પુરવઠા વિભાગ ને તપાસ સોંપી છે.
વલસાડ એસઓજી પોલીસની ટીમે ઝડપ્યું સરકારી અનાજ નું કાળા બજાર નું કૌભાંડ

Recent Comments