ગુજરાત

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. વલસાડ તાલુકામાં ૮૪૦ એક્ટિવ, પારડી તાલુકાના ૧૬૫ એક્ટિવ કેસ, વાપી તાલુકામા ૨૫૬ એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં ૧૧૫ એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ ૧૯૩ અને કપરાડા તાલુકામાં ૭૭ એક્ટિવ કેસ છે.

વલસાડ જિલ્લામાં નોંધાયેલા ૧૧ હજાર ૮૦૫ સંક્રમિત કેસ સામે ૯ હજાર ૬૭૮ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા. વલસાડ જિલ્લાના વાપીના તપોવન ખાતે રહેતા ઉપર રહેતા ૮૪ વર્ષીય વૃદ્ધને કોરોના ભરખી ગયો હતો. ૧૦ જાન્યુઆરીથી જિલ્લામાં બુસ્ટર ડોઝની શરૂઆત થતા રસીકરણ કેન્દ્રોથી ૩૩,૮૪૩ લાભાર્થીઓ બુસ્ટર ડોઝ લઈ ચુક્યા છે.વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. કોરોનાનો ગ્રાફ વધતો રહ્યો છે. ૧૭૧ વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ૧,૬૪૬ પર પહોંચ્યો છે. વલસાડ તાલુકામાંથી ૬૫, પારડી ૨૫, વાપી ૨૪, ઉમરગામ ૯, ધરમપુર ૩૨ અને કપરાડા તાલુકામાંથી ૧૬, મળી વલસાડ જિલ્લામાંથી ૧૭૧ કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ગુરુવારે ૪૪૫ દર્દીઓએ કોરોનાને માત આપી હતી. વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે.

જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. વલસાડ જિલ્લામાં ૧૭૧ નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ૧,૬૪૬ પર પહોંચી ચુક્યો છે. જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે ૪ લાખ ૩૯ હજાર ૦૧૫ સેમ્પીલના ટેસ્ટ૦ કરાયા છે, જે પૈકી ૪ લાખ ૨૭ હજાર ૨૧૦ સેમ્પસલ નેગેટિવ અને કુલ ૧૧, હજાર ૮૦૫ સેમ્પજલ પોઝિટિવ આવ્યાપ છે. જ્યારે કુલ ૯ હજાર ૬૭૮ દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં ૧૫ વર્ષની વધુ ઉંમરના ૧૪ લાખ ૦૧ હજાર ૦૬૨ વ્યગક્તિછઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યોન છે. જ્યારે ૧૩ લાખ ૫૧ હજાર ૯૦૩ લોકોએ કોરોના રસીનો બીજાે ડોઝ મુકાવી ચુક્યા છે.

Related Posts