વલસાડ પોલીસે પોષ ડોડાનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા બાતમી આધારે દરોડો પાડતા વલસાડના ગંદલાવ વિસ્તારના ઉજ્જવલનગરમાંતી આ જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી ટીમ દ્વારા બાતમીને આધારે કાર્યવાહી કરતા ૮૦ કિલો જેટલો પોષ ડોડાનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. પોલીસે પોષ ડોડાના જથ્થાને ઝડપી લઈને ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે. એસઓજી ટીમે દરોડો પાડીને જથ્થો ઝડપી લઈને સિઝ કર્યો છે. લગભગ ૨.૪૨ લાખ રુપિયાનો જથ્થો જપ્ત કરીને આરોપી સુનિલ બિશ્નોઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજીએ સ્થાનિક રુરલ પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરતા હવે આરોપી સુનિલ બિશ્નોઈને ઝડપી લેવા માટે કાર્યવાહી તેજ કરી છે. આરોપીને ઝડપી લેવા માટે એસઓજી સહિતની ટીમોએ શોધવા માટે કાર્યવાહી શરુ કરી છે.
વલસાડ પોલીસે પોષ ડોડાનો ૨.૪૨ લાખ રુપિયાનો જથ્થો જપ્ત કર્યો

Recent Comments