ગુજરાત

વલસાડ પોલીસ ને હાથે ઝડપાયો સંતાડાયેલો દારૂનો જથ્થો, ૨ ફરાર, કુલ રૂ. ૨૭ હજારનો મુદ્દામાલ ઝબ્બે

વલસાડ પોલીસ ને મળી છે વધુ એક મોટી સફળતા જેમાં તાલુકાની ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે છરવાડા ગામના ઝીંગાના તળાવના ખાડામાંથી ૩૩૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ડુંગરી પોલીસે કુલ ૨૭ હજારનો દારૂનો જથ્થો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. ડુંગરી પોલીસે અજાણ્યા ઈસમ સામે પોલીસ મથકે એફઆઈઆર નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ તાલુકાની ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ગામના ઝીંગા તળાવના ખાડામાં ૨ ઈસમો અંધારામાં કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની શંકા જતા ચેક કરવા જતાં ૨ ઈસમો અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. ડુંગરી પોલીસે ઘટના સ્થળે ચેક કરતાં કુલ ૩૩૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસમો મળી ન આવતા ડુંગરી પોલીસે અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Follow Me:

Related Posts