રાષ્ટ્રીય

વસ્તી નિયંત્રણનો કાયદો જ્યાં સુધી ના આવ્યો, ત્યાં સુધી દરેક હિન્દુ ૫-૬ બાળકો પેદા કરે : કથાવાચક દેવકીનંદન

બાગેશ્વરના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાદ હવે ભાગવત કથાવાચક દેવકીનંદન ઠાકુર મહારાજનું એક નિવેદન ચર્ચામાં આવ્યુ છે. દેવકીનંદન મહારાજ કુટુંબ નિયોજન કથામાં સામેલ થવાનું ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે કહ્યું કે, દરેક હિન્દુ સનાતનીએ પાંચ છ બાળકો પેદા કરવા જાેઈએ. હકીકતમાં જાેઈએ તો, દેવકીનંદન ઠાકુર મહારાજ છિંદવાડાના દશેરા ગ્રાઉન્ડમાં શિવ મહાપુરાણની કથા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જનસંખ્યાને લઈને નિવેદન આપ્યું કે, અન્ય ધર્મના લોકો ચાર પત્ની અને ૪૦ બાળકો પેદા કરી શકે છે, તો સનાતની કમ સે કમ ૫થી ૬ બાળકો જરુર પેદા કરે.

તેમણે કહ્યું કે, જ્યાં સુધી જનસંખ્યા નિયંત્રણ કાયદો નથી આવતો, ત્યાં સુધી દરેક સનાતનીને વધુમાં વધુ બાળકો પેદા કરવા જાેઈએ. એટલા માટે દરેક સનાતની સમયસર લગ્ન કરે અને પાંચ-છ બાળકો પેદા કરે. દેવકીનંદને કહ્યું કે, જ્યારે સુધી ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગૂ નથી, ત્યાં સુધી દરેક સનાતની પાસે એક સોનેરી મોકો છે. પણ કાયદો લાગૂ થયા બાદ તે હિસાબે પરિવાર નિયોજન કરો. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે,અમે હિન્દુ રાષ્ટ્રની માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે, અમુક લોકોને ખુલ્લા સાંઢની માફક છોડી મુકવામાં આવ્યા છે અને આપણને ફક્ત બે બાળકો સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, દેશ ત્યાં સુધી જ સેક્યુલરવાદ છે, જ્યાં સુધી સનાતની બહુસંખ્યક છે. જે દિવસે આપણે અલ્પસંખ્યક થઈ જઈશું, તો આપણી હાલત બદલી જશે. આપને જણાવી દઈએ કે, કથાવાચક તથા વૃંદાવનમાં ઠાકુર પ્રિયાકાંત જૂ મંદિરના સંસ્થાપક દેવકીનંદન ઠાકુર પોતાના નિવેદનને લઈને મોટા ભાગે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેણે મંદિર અને મસ્જિદને લઈને નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, જ્યારે મંદિર સરકારના આધિન થઈ શકે છે, તો મસ્જિદ કેમ નહીં. આ ઉપરાંત તેમણે વેબ સીરિઝ પર પણ રોક લગાવાની માગ કરી હતી.

Related Posts