fbpx
ગુજરાત

વસ્ત્રાલમાં એક બસ ડ્રાઈવરે ટ્રાફિક જામ વીડિયો બનાવતા એક કારમાં સવાર બે લોકોએ ઝઘડો-મારઝૂડ કરી

વસ્ત્રાલમા વિજયપાર્ક ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થયો હોવાથી બીઆરટીએસનો બસ ડ્રાઈવર વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન એક કારમાં સવાર બે લોકોએ ‘તું કેમ વીડિયો બનાવે છે તેમ કહીને ડ્રાઈવર સાથે ઝઘડો, મારઝૂડ કરતા કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાલમાં રહેતા અને બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા જયેશભાઈ પરમાર બપોરે ઠક્કરનગરથી નીકળી વિજયપાર્ક ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે ટ્રાફિક જામ હતો, જેથી બસ મોડી પહોંચવાની હોય તો ડ્રાઈવરે તેનું કારણ અને ટ્રાફિક હોય તો તેનો વીડિયો બતાવવાનો હોવાથી જયેશભાઈ બસમાંથી ઉતરીને ટ્રાફિક જામનો વીડિયો બનાવી રહ્યાં હતાં.

આ સમયે કારમાં રહેલા બે શખ્સોએ કેમ વીડિયો ઉતારે છે તેમ કહીને ઝઘડો કર્યો અને એ પછી માર માર્યો હતો.અન્ય એક વ્યક્તિએ મોઢા પર તથા હોઠ પર જયેશભાઈને ફેંટ મારી દીધી હતી. એટલું જ નહીં આ બંને શખ્સોએ જયેશભાઈને ધાકધમકી પણ આપી હતી. જેથી જયેશભાઈ પોલીસ કંટ્રોલમાં ફોન કરી ઘટનાની જાણ કરી હતી. બાદમાં તેમણે વિજયસિંહ અને તેની સાથે રહેલા યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts