વાંકાનેરમાં ખાલી ટ્રકમાંથી નીકળ્યો ૫૪૦ બોટલ દારૂ, એક શખ્સ ઝબ્બે
વાંકાનેર તાલુકા પોલીસે ચૂંટણી પર જ અરણીટીંબા ગામનાં પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે એક ને પકડી પાડ્યો અન્ય બેની શોધખોળ વાંકાનેર તાલુકા પોલીસે અરણીટીંબા ગામનાં પાટીયા પાસેથી ટ્રકમાં ચોરખાનુ બનાવી સંતાડેલ વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૫૪૦ (કિં.રૂ.૧, ૬૨,૦૦૦/-) તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૧,૬૫,૧૦૦/- નાં મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તરફથી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ પર અંકૂશ લાવવા દારૂની બદી નેસ્ત નાબૂદ કરવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર. પી. જાડેજા તથા ડીંસ્ટાફ ના કર્મચારીઓ ટીમ પેટ્રોલિંગમાં હતા એ સમય દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે વાંકાનેરના અરણીટીંબા ગામના પાટિયા પાસેથી ટ્રક નં. જીજે-૧૫-ઢ-૧૧૬૧માં ચોરખાનું બનાવીને ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વાંકાનેર તરફ ઘુસાડવાનો છે.
ત્યારે મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી ટ્રકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૫૪૦ (કિં. રૂ. ૧,૬૨,૦૦૦/-), ટ્રક (કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-), વીવો કંપનીનો મોબાઇલ નંગ ૧ (કિં.રૂ.૨૦૦૦/-) તથા રોકડ રકમ રૂ.૧૧૦૦/- એમ કુલ કિં. રૂ.૧૧,૬૫,૧૦૦/- ના મુદામાલ સાથે આરોપી હરખારામ રેવારામ સોલંકી (ઉ.વ.૪૦, રહે. જાનવાનાડી સુથારોન કા તલ્લા તા.જી.બાડમેર (રાજસ્થાન)) વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો ભરતસિંગ અને હરપાલસિંહ ઝાલા (રહે. કારોલ તા. ચુડા જી. સુરેન્દ્રનગર) વાળાનું નામ ખુલતા પોલીસે તેમને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
Recent Comments