fbpx
અમરેલી

વાંકીયાનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ઠંડા પાણીની વ્‍યવસ્‍થા કરાઈ

સુરત સ્‍થિત વતનપ્રેમીનું પ્રેરણાદાયી કાર્ય

વાંકીયાનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ઠંડા પાણીની વ્‍યવસ્‍થા કરાઈ

અમદાવાદ સ્‍થિત અને વાંકીયા માદરે વતનના અશ્‍વિનભાઈ બાબુભાઈ પેથાણી પરિવાર તરફથી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રવાંકીયાને ઠંડા પાણીના કુલરની ભેટ આપવામાં આવેલ હતી. આ ઠંડા પાણીના કુલરનો મુખ્‍ય હેતુ દર્દી નારાયણ ઠંડુ પાણી પી શકે તે હેતુથી બાબુભાઈ રામજીભાઈ પેથાણીના સ્‍મરણાર્થે આપવામાં આવેલ હતું. આ તકે પ્રા. આ. કેન્‍દ્ર સ્‍ટાફગણ અશ્‍વિનભાઈ બાબુભાઈ પેથાણી પરિવારનો ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે. અને દાતા અશ્‍વિનભાઈ પેથાણીએ ભવિષ્‍યમાં પણ દર્દી નારાયણના હિત માટે જરૂરિયાત મુજબની વસ્‍તુઓ આપશે તેમ જણાવેલ છે.

Follow Me:

Related Posts