“વાંચે ગુજરાત ને વેગ” રાજ્યના ગ્રંથાલયોને લોકફાળામાંથી મુક્તિ સરકાર વધુ ૧૭.૮૨ કરોડ વાર્ષિક અનુદાન ચૂકવશે

ગાંધીનગર ગુજરાર રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યભરના ૩ર૪૯ અનુદાનિત ગ્રંથાલયોને મળશે લાભ વાંચે ગુજરાત ને વેગવંતુ કરતા નિર્ણય થી અનુદાન પુસ્તકાલયો વાચકો વર્ગ માટે ખુશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કાર્યરત ૩૨૪૯ જેટલા અનુદાનિત ગ્રંથાલયોને લોક ફાળામાંથી મુક્તિ આપી રાજ્ય સરકાર દ્વારા વધુ અનુદાન આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર આ હેતુસર અનુદાનિત ગ્રંથાલયોને કુલ મળીને વાર્ષિક રૂ.૧૭.૮૨ કરોડનું વધારાનું અનુદાન ચૂકવશે.
રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના માર્ગદર્શન અન્વયે ગ્રંથાલય ખાતા દ્વારા આવા સાર્વજનિક ગ્રંથાલયો કાર્યરત છે. પ્રવર્તમાન સ્થિતિએ આવા ગ્રંથાલયો પૈકીના આદિજાતિ વિસ્તારના અનુદાનિત ગ્રંથાલયોને ૧૦૦ ટકા અંધજન ગ્રંથાલયોને ૯૦ ટકા તથા અન્ય ગ્રંથાલયોને ૭૫ ટકાના ધોરણે અનુદાન આપવામાં આવે છે અને બાકીનો લોકફાળો આવશે.ઉમેરવાનો હોય છે.
તદઅનુસાર, રાજ્યમાં ૧૮ વિશિષ્ટ ગ્રંથાલયોને હાલ ગ્રંથાલય દીઠ આપવામાં આવતા રૂ.૫ લાખના અનુદાનમાં એક લાખનો વધારો કરીને ગ્રંથાલય દીઠ ૬ લાખ અપાશે. શહેરી ક્ષેત્રોના ૩૫ ગ્રંથાલયોને પ્રત્યેકને મળતા દોઢ લાખ રૂપિયાના અનુદાનમાં વધુ એક લાખ રૂપિયા મળી ગ્રંથાલય દીઠ કુલ અઢી લાખ રૂપિયા અનુદાન, ૧૪ અંધજન ગ્રંથાલયોને પ્રત્યેકને હાલ મળતા ૨ લાખમાં વધારાના ૫૦ હજાર રૂપિયા અનુદાન આપવામાં આવશે.આ ઉપરાંત શહેરી શાખાના ૭૯ ગ્રંથાલયોને ગ્રંથાલય દીઠ ૧.૫૦ લાખ, નગર ક્ષા-૧ના ૮૪ ગ્રંથાલયોને પ્રત્યેકને ૧ લાખ, નગ૨ ક્ક્ષા-૨ના ૨૪૦ ગ્રંથાલયોને ગ્રંથાલય દીઠ રૂપિયા ૮૦ હજા૨, ૧૧૧ મહિલા ગ્રંથાલયોને પ્રત્યેક્ને ૬૦ હજાર તેમજ ૧૦૬ બાળ ગ્રંથાલયોને ગ્રંથાલય દીઠ ૬૦ હજાર, ૨૫૬૦ જેટલા ગ્રામ ગ્રંથાલયોને પ્રત્યેક્ને ૪૦ હજાર રૂપિયા તથા બે માન્ય ગ્રંથાલયોને દરેકને પચાસ હજાર રૂપિયાનું વધારાનું અનુદાન આપવામાં આવશે અનુદાન થી ચાલતા પુસ્તકાલયો માં ખુશી વ્યાપી હતી
Recent Comments