વાંસદા પોલીસે હેડ કોન્સ્ટેબલને ૧૫ લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો

નવસારીની વાંસદા પોલીસને મોટી સફળતા મળી છે. વાંસદા પોલીસે હેડ કોન્સ્ટેબલને ૧૫ લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો હતો. સુરતના હેડ કોન્સ્ટેબલ સહિત ૫ શખ્સોને ઝડપી પાડયા છે. હેડ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે પાસેથી સરકારી પિસ્તોલ પણ મળી આવી હતી.મહત્વનું છે કે પોલીસે ભીનાર ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બે કારમાંથી ૧૫ લાખ રૂપિયાની બનાવટી નોટ મળી આવી હતી. આ મુદ્દે કોઈ યોગ્ય ઉત્તર ન આપી શકતા પોલીસે ૫ લોકોની ધરપકડ કરી છે. હાલ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ નવસારી ર્જીંય્ને સોંપવામાં આવી છે.
Recent Comments