પાટનગરમા વાઇબ્રન્ટ સમિટ દરમિયાન અનેક દેશના પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનતા હોય છે. પરિણામે અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રસ્તા ઉપર ભારે ટ્રાફિક જાેવા મળતો હોય છે. તે ઉપરાંત શહેરમા પણ ચહલપહલ વધારે હોય છે. ત્યારે મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કિંગ કરનાર વાહન માલિકો સામે કાર્યવાહી કરવામા આવે, તેમના વાહન ટોઇંગ કરવામા આવે તે માટે ૧૬ ક્રેઇન ભાડેથી ખરીદાશે. જ્યારે હાલમાં ગાંધીનગર ટ્રાફિક પાસે ૩ ટોઇંગવાન કાર્યરત છે.ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સમિટિને લઈને દેશ-વિદેશના મહેમાનોને આવકારવા, રજિસ્ટ્રેશન માટે, સિક્યુરિટી ચેકિંગ માટે, સામાન રાખવા સહિતની પ્રક્રિયાઓ માટે મહાત્મા મંદિરની આસપાસ ડોમબનાવાયા છે.
ડોમ સાથે મંદિરના ફરતે ગેટ ઉભા કરાઈ રહ્યાં છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં એજન્સી મારફતે કામ કરતાં સફાઈ કામદારોના કપાત પગાર મુદ્દે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જેને પગલે બે-ત્રુણ દિવસથી કામે લાગેલા સફાઈ કામદારોમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. ઉકેલની રાહ જાેતા કામદારો દ્વારા ફરી હડતાળ પડાય તેવી શક્યતા છે. એક તરફ વર્ષોથી એજન્સી મારફતે કામ કરતાં સફાઈ કામદારોને કપાત પગાર ચૂકવાયો નથી તો બીજી તરફ વાઈબ્રન્ટને લઈને સફાઈની કામગીરીને લઈને બહારના માણસોને પૈસા આપીને બોલાવાતા સફાઈ કામદારોમાં રોષ છે. સ્માર્ટવોચથી કપાયેલા પગારને લઈને કામદારો ૧૫ દિવસથી લડત આપે છે. તંત્રને અનેક રજૂઆતો છતાં ર્નિણય નહીં આવતા હવે કામદારો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવાનો ર્નિણય લેવાયો છે. સામાન્ય રીતે સરકારી કામના ટેન્ડર લેવા માટે પડાપડી થતી હોય છે. ઇન્ડેક્ષ બી કચેરી દ્વારા ટેન્ડર બહાર પાડવામા આવ્યુ હતુ. જેમા ૩ દિવસનો સમય આપવામા આવ્યો હતો. પરંતુ વાઇબ્રન્ટ સમિટમાં ક્રેઇન ભાડે આપવા માટે જાહેર કરેલી ટેન્ડર પ્રક્રિયામા માત્ર બે એજન્સીએ જ રસ દાખવ્યો છે.પાટનગરમા વાઇબ્રન્ટ સમિટ દરમિયાન અનેક દેશના પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનતા હોય છે. પરિણામે અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રસ્તા ઉપર ભારે ટ્રાફિક જાેવા મળતો હોય છે. તે ઉપરાંત શહેરમા પણ ચહલપહલ વધારે હોય છે.
ત્યારે મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કિંગ કરનાર વાહન માલિકો સામે કાર્યવાહી કરવામા આવે, તેમના વાહન ટોઇંગ કરવામા આવે તે માટે ૧૬ ક્રેઇન ભાડેથી ખરીદાશે. જ્યારે હાલમાં ગાંધીનગર ટ્રાફિક પાસે ૩ ટોઇંગવાન કાર્યરત છે. પાટનગરમા આગામી ૧૦ જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટ યોજાશે તેવા સમયે ગાંધીનગર અને અમદાવાદ શહેરમા ટ્રાફિક શાખા માટે ટુ વ્હીલર વાહનો માટે ૬ ક્રેઇન, ફોર વ્હીલર વાહન માટે ૮ હાઇડ્રોલીક ક્રેઇન અને મોટા બસ જેવા વાહનો ટોઇંગ કરી શકે તેવી ૨ ક્રેઇન ભાડે રાખવામા આવશે. જ્યારે તમામ ભાડાની ક્રેઇન ૫ જાન્યુઆરી સુધીમા લાવી દેવાશે. ગાંધીનગરમા આડેધડ પાર્કિંગ કરવામા આવતા વાહન ચાલકો સામે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન તો બક્ષવામા નહિ જ આવે. શહેરના ખુલ્લા રોડ રસ્તાઓ ઉપર બેદરકારી દાખવા વાહનો પાર્ક કરાય છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન શહેરના આંતરિક રસ્તાઓ અને ઘર આગળ પણ વાહનો પાર્ક કરી દેવામા આવે છે, પરિણામે ચાલુ વર્ષે વાઇબ્રન્ટ સમિટમા રોડ રસ્તાઓ ખુલ્લા રહે તે માટે ટોઇંગવાન દોડતી જાેવા મળશે.
Recent Comments