fbpx
ગુજરાત

વાઈબ્રન્ટ સમિટની તૈયારીમાં ગાંધીનગરના રસ્તાઓની મરામત તેમજ પાર્કિંગની વ્યવસ્થા અંગે યાદી બનાવવાનું શરૂ

ગાંધીનગરમાં ૧૦મી વાઈબ્રન્ટ ઈન્વેસ્ટર્સ સમિટ જાન્યુઆરી-૨૦૨૨માં યોજાવા જઈ રહી છે તેને ધ્યાનમાં લઈને ગાંધીનગરમાં સાફ-સફાઈ, રસ્તાઓની મરામત, અને પાર્કિંગની વ્યવસ્થા જેવા કામો માં તંત્ર જાગ્યું છે. રાજ્યભરમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓને પણ અહીં બોલાવાશે. ત્યારે જરૂરિયાત મુજબ કયા-કયા વિસ્તારોમાં કેવા પ્રકારના રૂમ અવેલેબલ છે તે માટેનું લીસ્ટ હાલ જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. કોરોનાને પગલે અનેક કેટલીક હોટેલોને તાળા વાગી ચૂક્યા છે તો સરકારી ટ્રેનિંગ સેન્ટર્સ સહિતની સ્થળો લાંબા સમયથી ઉપયોગ વગર પડી રહેલાં છે. જેને પગલે આવા સ્થળો નક્કી કરીને જરૂરિયાત લાગે તો સરકારી સ્થળો પર જરૂરી વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન થવાનું હોવાનું જાણવા મળ્યું છે. વાઈબ્રન્ટ સમિટને પગલેે ઘ-૪ અંડરપાસના સર્વિસરોડનું કામ પૂરજાેશમાં શરૂ થયું છે. ઘ-૪ અંડરપાસની બંને તરફ સર્વિસરોડનું કામ હવે પૂર્ણતાના આરે છે.શહેરમાં ટાટા ચોકડીથી ખ-૬ તરફના રોડનું કામ લાંબા સમયથી બંધ છે. સ્થાનિક સુરેશભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ અહીં દોઢ વર્ષથી કામ બંધ છે, રસ્તો પહોળો કરવા એસટી સ્ટેન્ડ તોડી દેવાયું છે. અધૂરા રસ્તાથી અકસ્માતનો ભય રહે છે. બીજી તરફ અહીં ભવનાથ મહાદેવ મંદિર આગળ જ રસ્તો તૂટેલો હોવાથી ભક્તોને મુશ્કેલી પડે છે. અનેક સ્થળે માટીના ઢગલા છે. જેને પગલે હવે રસ્તાનું કામ વહેલામાં વહેલી તકે થાય તે જરૂરી છે.આવનારા મહેમાનોની અવરજવર વાળા સ્થળો પર ક્યાંય રસ્તામાં કોઈ કચાશ રહી ન જાય તે માટે પાટનગર યોજના વિભાગનું તંત્ર દોડતું થઈ ગયું છે. વાઈબ્રન્ટ સમિટને લઈને મહાત્મા મંદિર, સ્વર્ણિમ પાર્ક, એક્સિઝિબિશન સેન્ટર સહિતના સ્થળોની આસપાસના રસ્તાઓની કામગીરી પૂરજાેશમાં શરૂ કરી દેવાઈ છે. રાજ્યમાં રસ્તાઓની મરામત માટે મહાઅભિયાન ચાલે છે ત્યારે કુડાસણના આંતરિક માર્ગો પર અનેક સ્થળે હજુ ખાડા નજરે પડે છે. સહજાનંદ સીટીથી રાધે બંગલોઝ જવાના રસ્તા સહિતના સ્થળોએ હાલની સ્થિતિએ ખાડા નજરે પડે છે. જેને પગલે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી થાય તેવી માંગણી છે.

Follow Me:

Related Posts