ગુજરાતમાં હાલ વાઈબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્રણ દિવસની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશમાંથી અનેક મહેમાનો આવશે. ૧૩૬ દેશોમાંથી ડેલિગેટ્સ આવવાના છે. ત્યારે વાઈબ્રટ ગુજરાત સમીટના મહેમાનોને શું પીરસાશે તે સૌ જાણવા માંગે છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતનો મેનુ સામે આવી ગયો છે. એક વાત તો પાક્કી છે, વિદેશી મહેમાનોને નોન-વેજ નહી અપાય. પરંતુ તેમને ગુજરાતની જ સ્વાદિષ્ટ વાનગીઓ પિરસવામા આવશે.
વાઈબ્રન્ટ ગુજરાતમાં વિદેશી મહેમાનોને નોનવેજ નહિ પીરસાય, પંરતુ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામા આવશે. આ માટે ‘વાઈબ્રન્ટ ભારત થાળી’ નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસાશે. તો સાથે જ મિલેટસની વાનગીઓ પણ પીરસવામાં આવશે. પ્રથમ દિવસે ડિનર માટે ગયા હતા ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર તમામ મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે. ૧૦ જાન્યુઆરીએ સમિટના ઉદઘાટન બાદ પહેલી દિવસની બપોરે લંચમાં ટેસ્ટ ઓફ ભારત નામની થાળી પીરસાશે. તો સાંજે ટેસ્ટ ઓફ ગુજરાત થાળી પિરસવામાં આવશે.
જેમા ખીચડી-કઢીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૧ જાન્યુઆરીએ બપોરે લંચમાં ટેસ્ટ ઓફ મિલેટ્સમાં બાજરી, બંટી, જુવાર, મકાઈ, રાગી સહિતના ધાનમાંથી તૈયાર થતી વાનગીઓ પિરસવામાં આવશે. આ દિવસે સાંજે પ્રોગ્રામની સાથે નેટવર્કિંગ ડિનરનું પણ આયોજન કરાયું છે. ૧૨ જાન્યુઆરીએ ટેસ્ટ ઓફ કાઠિયાવાડ થાળી મહેમાનોને ધરાવાશે. જેમાં લંચમાં રિંગણનો ઓળો અને બાજરીના રોટલાનો સમાવેશ થાય છે.
Recent Comments