વાઘોડિયા તાલુકા મા એસઓજીની ટીમે ૩૧,૫૩૦ રૂપિયાના ૩ કિલો ૧૫૩ ગ્રામ ગાંજા સાથે બે શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. મોબાઇલ ફોન, ગાંજો તેમજ અન્ય વસ્તુઓ મળી રૂપિયા ૪૨,૦૩૦નો મુદામાલ કબજે લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના વાઘોડિયા તાલુકાના ચિસ્તીયા ચોક પાસે અને સુરજબા સોસાયટીની નજીક આવેલા મીમપાર્કમાં એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ પાડી હતી. રેડ દરમિયાન રમેશ ચંદ્રસિંહ ચૌહાણ, ઉ.વ. ૨૫, હાલ રહે. મકાન નં- ૫, મીમપાર્ક, સુરજબા સોસાયટી, ચીસ્તીયા ચોક, વાઘોડિયા મુળ રહે. ખાંખણપુર, મુખીવાળા ફળિયામાં, તા. ઉમરેઠ, જિ. આણંદ અને દિનેશકુમાર રામપ્રસાદ શ્રીવાસ્તવ, ઉ.વ. ૩૭, હાલ રહે. જી.આઇ.ડી.સી. પ્લોટ નં. ૬૨૯, રૂમ નં. ૨૬, તા. વાઘોડિયા, મૂળ રહે. બમ્હરોલી, તા. મોઠ, જી. ઝાંસી, ઉત્તરપ્રદેશ મળી આવ્યા હતા. બંને પાસેથી ૩ કિલો ૧૫૩ ગ્રામ ગાંજો કિંમત ૩૧,૫૩૦ મળી આવતા બંનેની ધરપકડ કરી હતી અને બે મોબાઇલ ફોન, વજનકાંટો, કાળા કલરની પ્લાસ્ટિકની થેલીઓ મળી કુલ રૂપિયા ૪૨,૦૩૦નો મુદામાલ કબજે લીધો હતો અને બારિયા ગામે રહેતા વિપુલ નામના યુવાનને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે
વાઘોડીયા પાસેથી ગાંજા સાથે બે પરપ્રાંતીય કામદારો ઝડપાયા


















Recent Comments