તાજેતરમાં ગુજરાત ગોૈણ સેવા પસંદગીની લેખિત પરીક્ષાના પેપરો પરીક્ષા અગાઉ જ ફુટી જવા પામ્યા છે, જેનો તાજેતરનો હિંમતનગરનો દાખલો છે, આમ ગુજરાત રાજયમાં અવાર–નવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફુટતા જ રહયા છે, જેમાં ભાજપ પક્ષના મંત્રીઓ અથવા તેમના કાર્યકરોનો જ હાથ હોય છે, અગાઉ એક પરીક્ષામાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના સુપુત્ર પણ ર૬ કાપલોઓ સાથે પકડાયેલા છે, આવી ભષ્ટ્ર સરકાર બધી જ બાબતે નિષ્ફળ હોય અને પોતાના અંગત કુટુંબીજનો કાર્યકરોને ફાયદો પહોચાડવા પરીક્ષાઓમાં પાસ કરીને એ વન ગ્રેડની નોકરીઓ આપવા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો વારંમવાર લીક કરાવીને મળતીયાઓને ફાયદો પહોચાડી રહયા છે, અને આવા ભષ્ટ્રકૃત્ય પર કોઈ કાયદાકીય કાર્યવાહી પણ થતી નથી.
આમ આપણા રાજયના શિક્ષિત નવ યુવાનોના ભવિષ્ય ઉપર છેડા થઈ રહયા છે ? જે વિદ્યાર્થી ખરેખર હોશીયાર છે પરીક્ષા માટે દિન રાત મહેનત કરી રહયા છે, આર્થિક પરિસ્થિત નબળી હોવા છતાં પરીક્ષાની પુર્ણ તૈયારી કરીને પરીક્ષ આપવા જાય છે પરંતુ ભષ્ટ્ર નેતા ભષ્ટ્ર સરકારને કારણે પેપરોલીંક થવાની ઘટના ઓથી આવા લાખો વિદ્યાર્થી નુ ભવિષ્ય ધુધળું બની રહયું છે, આવા પેપર લીંક થવાના કૃત્ય ઉપર યોગ્ય તપાસ થવી જોઈએ અને યોગ્ય સજા થવી જોઈએ તેમજ સરકારશ્રીએ એવુ આયોજન કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને દરેક પરીક્ષાર્થીને ન્યાય મળે નોકરી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે આમ છતાં પણ આમા કોઈ કાર્યવાહી નહી થાય તો ભવિષ્યમાં રાજયના સમગ્ર યુવાનો રસ્તા ઉપર આવી જશે તેનું ગંભીર પરીણામ આવશે, જેની યોગ્ય કાર્યવાહી થાય અને દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે બાબતે અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દેવરાજ બાબરીયા તથા તેમની ટીમે કલેકટરશ્રી અમરેલીને આવેદનપત્ર પાઠવ્યું હતું, આ તકે મનીષ ભંડેરી, પ્રમુખ અમરેલી તાલુકા કોંગ્રેસ, સંદીપ પંડયા પ્રમુખ અમરેલી શહેર કોંગ્રેસ,શરદભાઈ મકવાણા પ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ આઈ.ટી.સેલ, તેજસભાઈ મસરાણી મહામંત્રી એનએસયુઆઈ અમરેલી જિલ્લા, દિશાંતભાઈ બાબરીયા, પ્રમુખ અમરેલી શહેર કોંગ્રેસ એનએસયુઆઈ, મોનીલ ગોંડલીયા, પ્રમુખ વિધાનસભા યુથ કોંગ્રેસ સમીરભાઈ કુરેશી નેતા વિપક્ષ અમરેલી નગરપાલિકા, પ્રવીણભાઈ કમાણી મહામંત્રી અમરેલી તાલુકા કોંગ્રેસ,તથા પરીક્ષાર્થી દીનેશભાઈ પરમાર, મનોજભાઈ મેવાડા ઉપસ્થિત રહયા હતા.
Recent Comments