fbpx
ગુજરાત

વાત્સલ્યણ ધામ-અનાથ આશ્રમ ની શ્રી-નવ-અપૂર્વ-અમર કૃપાપાત્ર બંધુ ત્રિપુટીએ મુલાકાત લીધી ૮૦૦ અનાથ બાળકો ઉપર વાત્સલ્ય જોઈ મુનિરાજ શ્રી આગમરત્નગ સાગરજી ખુશી વ્યક્ત કરી

વતનના રતન,કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત વાત્સલ્યણ ધામ-અનાથ આશ્રમ ની શ્રી-નવ-અપૂર્વ-અમર કૃપાપાત્ર બંધુ ત્રિપુટીએ મુલાકાત લીધી. સેવાપુરૂષ વસંતભાઈ ગજેરા દ્વારા એક રૂપિયાનો ફાળો લીધાવગર આંઠસો(800) અનાથ બાળકોને દતક લઈને વાત્સંલ્ય ધામમાં શિક્ષિત-દિક્ષત કરવાનું પવિત્ર કાર્ય કરવામાં આવે છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે-મુનિરાજશ્રી આગમરત્નં સાગરજી મહારાજ સાહેબ.વાત્સતલ્યનધામમાં પગમુકતાજ અનાથબાળકોના ચહેરા પરનું સ્મિત તથા ખુશી જોઈને હું મારી જાતને સદભાગી માનું છું.-વસંતભાઈ ગજેરા, સ્થાપક વાત્સતલ્યધામ-સુરત

અમરેલીના તથા સૌરાષ્ટ્ર ના વતનના રતન, સુરત સ્થિત આંતરરાષ્ટ્રીય હિરાઉદ્યોગપતિ, કેળવણીકાર તથા વતન અમરેલી મુકામે આવેલ શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિ્ટલ, શાંતાબા એન્જિીનિયરિંગ કોલેજ તથા વિદ્યાસભાના સ્થાાપક તથા વાત્સંલ્યધામ-અનાથ આશ્રમ-સુરતના સંચાલક માન.વસંતભાઈ ગજેરા દ્વારા સ્થાપિત તથા સંચાલિત વાત્સલ્ય‍ધામની શ્રી-નવ-અપૂર્વ-અમર કૃપાપાત્ર બંધુ ત્રિપુટીએ મુલાકાત લઈને વાત્સલ્ય-ધામના આંઠસો (800) બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. મુલાકાત તથા વાર્તાલાપ પ્રારંભે મુનિરાજ શ્રી આગમરત્ન્ સાગરજી મહારાજ સાહેબ, શ્રી પ્રશમરત્ન  સાગરજી મહારાજ સાહેબ, તથા વજરત્ન  સાગરજી મહારાજ બંઘુ ત્રિપુટીનું વાત્સાલ્યધામમાં શબ્દો થી સ્વાગત સ્થાપક તથા સંચાલક વસંતભાઈ ગજેરાએ કર્યુ હતું.

આ પ્રસંગે વાત્સલ્ય ધામના બાળકોને શ્રી-નવ-અપુર્વ-અમર-કૃપાપાત્ર બંધુ ત્રિપુટીએ આર્શિવાદ આપતા જણાવ્યું હતુ કે સેવાપુરૂષ વસંતભાઈ ગજેરા દ્વારા એક-રૂપિયો પણ ફાળો લીધા વગર વાત્સસલ્ય ધામના આંઠસો(800) અનાથ બાળકોને શિક્ષિત-દિક્ષિત કરવાનું પવિત્ર સેવાકાર્ય કરવામાં આવે છે તેને હું મુનિરાજ શ્રી આગમરત્નગ સાગરજી બિરદાવું છું. આ તકે વાત્સંલ્ય ધામના સ્થા્પક તથા સંચાલક માન.શ્રી વસંતભાઈ ગજેરાએ જણાવ્યું  હતુ કે મારા વાત્સાલ્ય ધામના બાળકોના ચહેરા પરનું સ્મિત જોઈને હું ખૂશી અનુંભવું છું. આ પ્રસંગે વાત્સલ્યધામ ડાયરેકટરશ્રી, સ્કુલના પ્રિન્સિસપાલશ્રી, શિક્ષકો તથા આઠસો(800) બાળકો ઉપસ્થિત રહયાં હતા.

Follow Me:

Related Posts