વાદળો કેવી રીતે પાણી ભરે, માછીમારોને બોટમાંથી દેખાયો કુદરતનો જાદુ, વિશ્વાસ જ ન થયો!..
હાલ કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં હવામાનની આગાહી છે. હાલ ગુજરાતમાં ચોમેર વરસાદ છે. ગુજરાતના ૯૧ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં સૌથી વધુ ૨ તો ગોંડલ અને મોરબીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. તો વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાયા છે. આવામાં કચ્છમાં કુદરતનો કરિશ્માઈ નજારો વીડિયોમાં કેદ થયો છે. મુન્દ્રાના દરિયા વિસ્તારમાં વાદળોમાં પાણી ભરાતું હોય એવા દ્ર્શ્ય સામે આવ્યા છે. આ નજારો માછીમારોએ પોતાના બોટમાંથી કેદ કર્યાં છે. કુદરત ક્યારેક કહેર પણ વરસાવે છે, તો ક્યારેક કરિશ્મા પણ કરે છે. તેના મૂડ પ્રમાણે કુદરતનો મિજાજ બદલાતો રહે છે. આવામાં કમોસમી વરસાદના કહેર વચ્ચે કુદરતની કરામત કહી શકાય તેવી ઘટના બની છે. કચ્છના માછીમારોને માછીમારી કરતા સમયે દરિયામા એવુ જાેવા મળ્યું જેને કોઈ જિંદગીમાં ક્યારેય નહિ ભૂલે. મુન્દ્રાના દરિયા વિસ્તારમાં વાદળોમાં પાણી ભરાતું હોય એવું દ્રશ્ય માછીમારોને જાેવા મળ્યું છે. નવીનાળ ગામના દરિયાનો આ વીડિયો છે. જેમાં વાદળોમાં દરમિયામાંથી જાતે પાણી ભરાતા એવા દ્રશ્યો જાેવા મળ્યા છે. દરિયામાંથી જાણે વાદળોની જ પાઈપ પરથી ઉપર પાણી ખેંચાઈ રહ્યું હતું. આ એક આહલાદક દ્રષ્ય હતુ. કમોસમી વરસાદ વચ્ચે દરિયા ખેડુએ આ દ્ર્શ્ય મોબાઈલમાં રેકર્ડ કર્યું હતું. જાેકે, ઝી ૨૪ કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. ઉલ્લેખનીય છે કે, કચ્છના ભુજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભુજમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે. બસ સ્ટેશન, વાણિયા વાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
Recent Comments