વાપીના બિલિયા ગામની વાડીમાં ૫૦૦ મણ હાફુસ કેરીનો પાક તૈયાર
વાપી ઉમરગામના બિલિયા ગામની ૬૫ એકરની વાડીમાં ૫૦૦ મણ હાફુસ કેરીનો પાક અત્યારથી તૈયાર થઇ જતાં ભારે આશ્વર્ય ફેલાઇ રહ્યું છે. માર્ચ મહિનાનાં પ્રથમ અઠવાડિયામાં જ ૫૦૦ મણ હાફુસ કેરીનો પ્રથમ તબકકાનો પાક તૈયાર થઇ ગયો છે. બિલીયાગામની વાડીમાં હાફુસ કેરીનો પ્રથમ તબક્કાનો પાક તૈયાર થઇ ગયો છે. જે કેરી બગડી ન જાય તે માટે પ્રત્યેક કેરીને પેપરબેગ લગાડવામાં આવી છે.
જેને બેગિંગ પધ્ધતિ કહેવાય છે. જે કેરીને જ એક્ષ્પોર્ટરો લઇ જાય છે. આમ જિલ્લામાં ઉમરગામ તાલુકાનું બિલીયાગામની વાડીમાં હાફુસ કેરીનો પ્રથમ પાક તૈયાર જાેવા મળી રહ્યો છે.જયારે જિલ્લામાં કેરીનો પાક એપ્રિલ અને મેમાં તબકકાવાર તૈયાર થતો જાેવા મળે છે. અમારી વાડીમાં દર વર્ષે કેરીનો પાક વહેલો તૈયાર થઇ જાય છે.આ વર્ષે પણ હાફુસ કેરીનો પ્રથમ તબક્કામાં નો પાક તૈયાર થઇ ગઇ છે.હાલમાં તૈયાર થઇ ગયેલી કેરી તોડવાની કામગીરી ચાલી રહી છે. હાફુસ કેરી ૯૦ ટકા એક્ષ્પોર્ટરો લઇ જાય છે. બાકી દશ ટકા કેનીંગમાં જાય છે.જયારે જિલ્લામાં હાલમાં આંબાઓમાં નાની મંજરીમાં નાની કેરીની ફુટ જાેવા મળી રહી છે.
સામાન્ય રીતે આંબાવાડીની જાળવણી કરતાં ખેડૂતો વરસાદ પડયા બાદ કેરીના ઝાડોની માવજત કરતાં હોય છે, પરંતુ ગણતરીના ખેડૂતો પદ્ધતિસર એટલે કે મોર આવવાના થાય, કણી બેસે ત્યારે આગોતરુ આયોજન કરે છે જેઓ જાણકાર હોવાથી તેમને ખબર હોઇ છે હવે આંબાવાડીની માવજતમાં શું કરવાનું છે. જેના કારણે અમુક આંબાવાડીઓમાં જલ્દી કેરી આવી જાય છે. ખેડૂત આગોતરુ આયોજન કરે તો આ શક્ય બની શકે છે. ગુજરાતમાં હાફુસ અને કેસર કેરીનો પાક એપ્રિલ મે માસમાં તૈયાર થતો હોય છે.
Recent Comments