નાના બાળકોથી મોટી ઉંમરના વ્યક્તિઓ સુધીમાં કંઇને કંઇ કૌશલ્ય રહેતું છે. કોઇને કૌશલ્ય દર્શાવવાની તક મળે છે કોઇને તક મળતી હોતી નથી. ત્યારે વાપીની માત્ર ૮ વર્ષની બાળકીએ ૧ મિનિટ ૮ સેકન્ડમાં આંખે પટ્ટી બાંધી ૧૦૫ જુદા જુદા કલર ઓળખી વર્લ્ડ રેકર્ડ બનાવ્યો છે. આ માટે ધ્વનિ મોદીએ ગુજરાત બુક્સ રેકર્ડ અને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેને લઇ પરિવારમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. વાપી પ્રમુખહિલ્સમાં રહેતી ૮ વર્ષીય ધ્વનિ કેયુર મોદીએ આંખ પર પટ્ટી બાંધીને જુદી-જુદી વસ્તુ ઓળખવાનો અનોખો વિક્રમ હાંસલ કર્યો છે.
આ બાળકીએ ૧ મિનિટ ૮ સેકન્ડમાં ૧૦૫ જુદા જુદા કલર ઓળખી વર્લ્ડ રેકર્ડ બનાવ્યો છે. આ માટે ધ્વનિ મોદીએ ગુજરાત બુક્સ રેકર્ડ અને વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ રેકર્ડના પ્રમાણપત્ર મ?ળતાં પરિવાજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ સાથે ધ્વનિ આંખ પર પટ્ટા બાંધીને રીડિંગ, લખવાનુ, સ્વમિંગ, મોબાઇલ રિડિંગ, અને જુદી-જુદી વસ્તુને પણ હાથને ટચ કર્યા વિના પણ ઓળખી બતાવે છે. જેમાં પણ બાળકીએ મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે. માત્ર ૮ વર્ષની બાળકીએ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી વાપીનું ગૌરવ વધાર્યુ છે.
ધ્વનિના પિતા કેયુરભાઇ મોદીએ જણાવ્યું હતું કે મેડિટેશનના કારણે આ શકય બન્યું છે. પહેલેથી જ આ ક્ષેત્રમાં તેમને શોખ હતો. ધ્વનિ મોદી વાપી જીઆઇડીસી સ્થિત જ્ઞાનધામ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં હાલ અભ્યાસ કરી રહી છે. આ અગાઉ પણ ધ્વનિએ અનેક વિધ સ્પર્ધામાં ભાગ લઇને સુંદર પ્રદર્શન કર્યું છે. નાનાકડી વયે વલ્ડ રેકર્ડ સ્થાન મળતા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યાં છે.
Recent Comments