વાપીમાં પાણીના ખાડામાં ડૂબી જતા માતા-પુત્ર સહિત ભાણેજના મોતથી અરેરાટી
વલસાડ જિલ્લાના વાપીમાં પાણીના ખાડામાં ડૂબી જતા માતા પુત્ર સહિત ત્રણના મોત નીપજ્યા છે. ત્રણેયના મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો પ્રમાણે ભાણેજના પુત્ર અને પોતાના વ્હાલસોયા દીકરાને ડૂબતા જાેઇ માતા દોડી હતી અને તેમને બચાવવા ખાડામાં કૂદી હતી. જાેકે દુર્ભાગ્યવસ ત્રણેયના કરૂણ મોત નીપજતાં પરિવાર આઘાતમાં છે.
વલસાડ જિલ્લાના વાપીના બલિઠા ખાતે રેલવે કોરિડોરની કામગીરીમાં તાઉ-તે વાવઝોડાને લઈને પડેલા વરસાદમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શુક્રવારે તેમાં ૨ બાળકો નાહવા ગયા હતા. ૨ બાળકોને ડૂબતા જાેઈને બાળકીની માતા તેને બચાવવા માટે પડી હતી. કમનસીબે તે પણ ડૂબી જતા ત્રણેયના મોત નિપજ્યા હતા. ત્રણ મૃતકોમાં મૃતક મહિલા અને તેના એક બાળક ઉપરાંત અન્ય બાળક તેની ભાણેજનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
તાઉ-તે વાવાઝોડાને લઈને પડેલા વરસાદનું પાણી રેલવે કોરિડોરની કામગીરીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શુક્રવારે ૨ બાળકો પાણીમાં નાહવા પાડયા હતા. બાળકોને તરત આવડતું ન હતું. બંને બાળકોને ડૂબતા જાેઈને નજીક ઉભેલી માતાએ બાળકોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. બાળકો અને મહિલાને ડૂબતા જાેઈને દૂર ઉભેલા લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને મજૂરોએ રેલવે પોલીસને બનાવની જાણ કરી હતી. રેલવે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તરવૈયાઓની મદદ લઈને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાંથી ૨ બાળકો અને મહિલાની લાશને બહાર કાઢી ઁસ્ માટે મોકલી આપવામાં આવ્યા હતા. રેલવે પોલીસે લાશનો કબ્જાે મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments