fbpx
ગુજરાત

વાપીમાં ૨૦ લાખના ખર્ચે ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો

વાપી જીઆઇડીસીમાં કોરોનાકાળમાં ઓક્સિજનની સમતુલા જળવાઇ રહે તે માટે ૪ માસથી ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યું હતું. ૧૨૫ ઓક્સિજન આપતાં પ્લાન્ટના વાવેતર સાથે અદ્યતન ડિઝાઇનમાં પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. નાણામંત્રીના હસ્તે આ ઓક્સિજન પાર્કને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વાપી વીઆઇએની ગ્રીન સોસાયટી દ્વારા જીઆઇડીસી, એનએએ, વીજીઇએલ, જીપીસીબીના સહયોગથી ઔદ્યોગિક વસાહતના પ્રવેશ બિંદુ પર લેન્ડમાર્ક ક્લેપ્સ હેન્ડ ખાતે ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યું છે.

લગભગ ૪ મહિનામાં ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના જન્મદિવસે જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ઓક્સિજન પાર્ક લોકો માટે ખુલ્લો મુકાયો હતો. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં નિષ્ક્રિય અને જર્જરિત હાલતમાં પડી રહેલ જમીનને વિકસાવવાની કલ્પના કરવામાં આવી અને તેના ફળ સ્વરૂપ સુંદર પ્રોજેક્ટ ઓક્સિજન પાર્કની રચના થઇ છે. કલ્પેશ વોરાએ જણાવ્યું હતું કે કોરોનામાં સમતુલા જળવાઇ રહે તે માટે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. ૧૨૫ પ્લાન્ટો નાખવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts