રાષ્ટ્રીય

વાયનાડમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું…તેમને જે કરવું હોય તે કરી લે, હું દેશ માટે લડતો રહીશ

લોકસભામાં સંસદસભ્ય પદ રદ થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહેલી વાર વાયનાડ પહોંચ્યા છે. રાહુલ વાયનાડથી જીતીને સંસદ પહોંચ્યા હતા. અહીં એક જાહેરસભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, સાંસદ હોવું એક ટૈગ અને પદ છે. ભાજપ તેને છીનવી શકે અને મને જેલમાં પણ મોકલી શકે છે, પણ મને વાયનાડની જનતાનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપવાળાઓને લાગે છે કે, તેઓ મારા ઘરે પોલીસ મોકલીને મને ડરાવી દેશે, પણ મને ખુશી છે કે, તેમણે મારુ ઘર લઈ લીધું. હું એક ઘરમાં સંતુષ્ટ નહોતો. આ સૌથી મોટી ગિફ્ટ છે. જે ભાજપવાળાઓએ મને આપી છે. તેમને જે કરવું હોય તે કરી લે, હું દેશ માટે લડતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં લોકોને લડાવવાનું કામ અને લોકોમાં ફાંટા પાડવાનું કામ ભાજપ કરે છે. ભાજપના લોકો જનતાને ડરાવે છે અને ગાળો આપે છે. ભાજપ એક અલગ ભારતનું અને અમે એક અલગ ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.

હું સાંસદ રહું કે ન રહું, પણ વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સરકારને સવાલ પુછું તો, તેઓ સહજ નથી હોતા. હું જેટલા સવાલ પૂંછુ ભાજપ મારા પર એટલા જ વધારે પ્રહાર કરે છે. હવે મને ખબર પડી ગઈ છે કે, આ જ યોગ્ય રસ્તો છે, જેના પર મારે જવાનું છે. વાયનાડની જનતા સાથે મારો સંબંધ એક પરિવારની માફક છે. જે ક્યારેય બદલાશે નહીં. જનતા નહીં, ફક્ત પોતાની લાઈફસ્ટાઈલ પર પીએમનું ધ્યાન છે. તો વળી પ્રિયંકા ગાંધીએ જનતાને સંબોધન કરતા કહ્યું કે, મારા ભાઈને સંસદમાં એક સવાલ પુછવા પર સાંસદ પદ પરથી અયોગ્ય ઠેરવી દીધા, જેનો ભાજપે જવાબ આપવો પડશે. આજે આખી સરકાર ગૌતમ અદાણીને બચાવવાની કોશિશમાં લાગેલી છે. પીએમ મોદીએ સામાન્ય જનતાને લાઈફ સ્ટાઈલમાં કોઈ ફેરફાર કર્યો નથી. પણ તેઓ દરરોજ પોતાની ડ્રેસિંગ સ્ટાઈલમાં ફેરફાર કરે છે. આજે દેશના યુવાનોને નોકરી માટે સંઘર્ષ કરવા પડે છે.

Follow Me:

Related Posts