fbpx
રાષ્ટ્રીય

વાયરલ વિડીયોમાં પિતા બાળકને મારવા આવ્યા તો બાળક રડતા બોલ્યો મૈ ઝૂકેગા નહીં..

વાયરલ થયેલા આ વીડિયોમાં એક નાનકડો બાળક રડતો રડતો તેની મમ્મીના ખોળામાં આવીને બેસી જાય છે. જાેર જાેરથી રડતા બાળકને તેની મમ્મી ચૂપ કરાવવાની કોશિશ પણ કરે છે. આ દરમિયાન બાળકના પપ્પા ડંડો લઈને તેને મારવાની બીક બતાવે છે. પરંતુ બાળક પણ ચાર ચાસણી ચડે એવું છે. ડર્યા વગર રડતો રડતો બોલ્યા કરે છે મેં ઝૂકેગા નહીં…બાળક એકવાર નહીં પરંતુ અનેકવાર આ ડાયલોગ બોલે છે. સાંભળીને બાળકની મમ્મી હસવા લાગે છે અને તેને મારથી બચાવવાનો પ્રયત્ન કરે છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. બાળકના પપ્પા તેને વારંવાર ડંડો બતાવે છે. પણ બાળક જરાય ડરતો નથી અને પુષ્પાનો ડાઈલોગ બોલ્યા કરે છે. ગણતરીની સેકન્ડનો આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. અનેક લોકોએ આ વીડિયો પર રિએક્શન પણ આપ્યા છે.

કેટલાક લોકોએ આ વીડિયો જાેઈને મજા લીધી તો કેટલાક એવા પણ હતાં જેમણે વીડિયો જાેઈને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે બાળકને ડંડાથી નહીં પ્રેમથી સમજાવવો જાેઈએ. દક્ષિણ ભારતીય કલાકાર અલ્લુ અર્જૂનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’એ લોકોમાં જબરદસ્ત ક્રેઝ ઊભો કર્યો હતો. તેની ‘ઝૂકેગા નહીં’ સ્ટાઈલ પાછળ તો નાના બાળકોથી માંડીને મોટા…બધા દીવાના થઈ ગયા. સોશિયલ મીડિયા પર જે પ્લેટફોર્મ પર જૂઓ તેના રીલ્સ જાેવા મળતા. હજુ પણ આ ક્રેઝ લોકોમાં ઓછો થયો નથી. એક બાળકનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના પપ્પા તેને લાકડી લઈને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને છોકરો રડતાં રડતાં ઝૂકેગા નહીં…બોલ્યા કરે છે.

Follow Me:

Related Posts