રાષ્ટ્રીય

વારંવાર તૂટી જાય છે નખ? તો આ રીતે નારિયેળ તેલની કરો માલિશ

નખને સુંદર અને ચમકદાર બનાવવા દરેક લોકોને ગમતા હોય છે. નખને સારા દેખાડવા માટે અનેક લોકો મેનીક્યોર કરાવતા હોય છે. પરંતુ કોઇની પાસે એટલું બજેટ નથી હોતુ કે જેઓ દર મહિને આ ટ્રિટમેન્ટ કરાવી શકે. જો કે નખ વધારવાનો શોખ દરેક લોકોને હોય છે, પરંતુ નખ એક એવી વસ્તુ છે જેની પર પૂરતું ધ્યાન આપવામાં ના આવે તો તૂટી જાય છે. આમ, ઘણાં લોકોના નખ વારંવાર તૂટી જતા હોય છે. જો તમારા નખ પણ વારંવાર તૂટી જાય છે તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે.

જાણો વારંવાર કેમ નખ તૂટે છે

મોટાભાગની છોકરીઓના નખ વારંવાર તૂટી જતા હોય છે. આ પાછળના કારણો શરીરમાં પોષક તત્વોની ઉણપ, ખોટુ ખાનપાન, પાણી ઓછુ પીવું તેમજ બીજા અનેક કારણો જવાબદાર હોય છે. આમ, ઘણી વાર અનેક બીમારીઓને કારણે પણ નખ તૂટતા હોય છે. જો તમને નખ ચાવવાની આદત છે તો પણ તમારા નખ વારંવાર તૂટી જતા હોય છે.

આ રીતે બચાવો તૂટતા નખને..

લીંબુ અને જૈતુનનું તેલ

3 મોટી ચમચી જૈતુનના તેલમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી લો. હવે આ મિશ્રણને નખ પર લગાવો અને 10 મિનિટ માટે છોડી દો. આમ કરવાથી તમારા નખ તૂટશે નહિં અને વધશે પણ ફટાફટ.

નારિયેળ તેલ

તૂટતા નખને બચાવવા માટે નારિયેળ તેલ સૌથી બેસ્ટ છે. આ માટે તમે નારિયેળ તેલથી દિવસમાં 2-3 વાર માલિશ કરો અને પછી 10 મિનિટ માટે રહેવા દો. નારિયેળ તેલથી તમારા નખ મજબૂત થાય છે અને ચમકીલા પણ બને છે.

સમુદ્રી મીઠું

એક બાઉલ લો અને એમાં હુંફાળું પાણી લો. ત્યારબાદ આ પાણીમાં 2 મોટી ચમચી સમુદ્રી મીઠું લો અને એમાં લીંબુના રસના ટીંપા એડ કરો. આમ કરવાથી તમારા નખ તૂટશે નહિં અને લાંબા પણ મસ્ત થશે.

Related Posts