વારંવાર વકીલો બદલતા અરજદારથી હાઇકોર્ટ નારાજ
કોર્ટ પ્રતિવાદીઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તમારી દલીલો રજૂ કરો અથવા મુદત લો. અત્યારે ૪૦૦ કેસનું લિસ્ટીંગ થયું છે, તેથી કોર્ટનો સમય ન બગાડો. કોર્ટે પહેલાં કહ્યું હતું કે પ્રતિવાદીઓને બે કલાકમાં પાટણથી બોલાવવામાં આવે અને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે. જાે કે પ્રતિવાદીઓ તરફથી આ મુદ્દે રાહતની માગણી કરાતા કોર્ટે તેમને આવતીકાલે સવારે હાજર રહેવા નિર્દેશ કર્યો છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠ સમક્ષ પાટણ જિલ્લામાંથી આવેલા એક કેસમાં પ્રતિવાદીઓ તરફથી રજૂઆત કરાઇ હતી કે લોકઅદાલતમાં કોર્ટે આપેલા ચુકાદા સામે તેમની અપીલ છે. જેથી કોર્ટે પૃચ્છા કરી હતી કે લોકઅદાલતનો ચુકાદો શું હતો અને તમારી માગણી શું છે. તે મુદ્દે કોઇ જવાબ કોર્ટને અપાયો નહોતો. આ ઉપરાંત કોર્ટના ધ્યાને આવ્યું હતું કે કોઇ સ્પષ્ટતા કે સમજૂતી વગર દર વખતે નવાં વકીલો આવીને મુદત માગે છે.
Recent Comments