fbpx
રાષ્ટ્રીય

વારાણસીથી પીએમ મોદીની ઉમેદવારી રદ કરવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી

દિલ્હી હાઈકોર્ટે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં વારાણસી લોકસભા મતવિસ્તારમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.જસ્ટિસ સચિન દત્તાએ અરજીમાં અપ્રમાણિત આરોપો અને હેતુ ખોટો હોવાના કારણે ફગાવી દીધી હતી. પાયલોટ કેપ્ટન દીપક કુમાર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, જેમણે દાવો કર્યો હતો કે મોદીએ ખોટા શપથ આપ્યા હતા કે તેઓ ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને વફાદારી રાખશે.

“૨૦૨૪ની સામાન્ય ચૂંટણી માટે વારાણસી મતવિસ્તારના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ર્રિટનિંગ ઓફિસર સમક્ષ ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખવા માટે ખોટા શપથ અથવા પ્રતિજ્ઞા રજૂ કરી હતી,” પિટિશનમાં જણાવાયું હતું. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મોદી કાવતરું ઘડી રહ્યા હતા અને આતંકવાદના કૃત્યમાં સામેલ હતા. તેમણે કહ્યું કે મોદીએ અરજદારને એક પ્લેન ક્રેશ કરીને મારવાનો પ્રયાસ કર્યો જેની કમાન્ડ તેઓ હતા.

“નરેન્દ્ર મોદી, અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સાથીદારો ગુનાહિત તત્વ છે અને મોટા પ્રમાણમાં ભારતીય સમાજ માટે હાનિકારક હશે,” કુમારે તેમની અરજીમાં જણાવ્યું હતું. વારણસીથી ઉમેદવાર મોદીએ ૦૮.૦૭.૨૦૧૮ ના ફ્‌લાઇટ એ આઈ ૪૫૯ માં ઘાતક અકસ્માતની યોજના બનાવીને રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો,” અરજીમાં જણાવાયું હતું.કુમારે માંગ કરી હતી કે મોદીના ખોટા શપથની અસરકારક અને સમયબધ્ધ રીતે તપાસ થવી જોઈએ અને જો આરોપો સાચા હોવાનું જણાય તો તેમને કોઈપણ જાહેર હોદ્દા પર રોક લગાવવી જોઈએ.

Follow Me:

Related Posts