fbpx
રાષ્ટ્રીય

વારાણસીમાં વ્હોટ્‌સએપ પર ધર્મ પરિવર્તનનો પ્રચાર કરવાનો મામલો સામે આવ્યો

ધર્મનગરી વારાણસીમાં વ્હોટ્‌સએપ પર ધર્મ પરિવર્તનનો પ્રચાર કરવાનો મામલો સામે આવ્યો છે. વ્હોટ્‌સએપ પર ઇસ્લામ કબૂલ કરવાની રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે. ઈસ્લામ વિશેની તમામ માહિતી આપવાની સાથે ઈસ્લામ ધર્મ અપનાવવાની અપીલ કરવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવે છે કે આવા મેસેજ વારાણસીમાં વ્હોટ્‌સએપ દ્વારા ડઝનેક લોકો સુધી પહોંચ્યા છે, પરંતુ આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મ્ૐેંના એક યુવા ઉદ્યોગસાહસિકે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ કેસ સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી મૃત્યુંજય સાથે સંબંધિત છે, જે કાશી હિંદુ યુનિવર્સિટીના અટલ ઈન્ક્યુબેશનના યુવા ઉદ્યોગસાહસિક છે.

મૃત્યુંજયના મોબાઈલ પર ૮૦૭૫૨૯૦૫૩૮ પરથી એક વ્હોટ્‌સઅપ મેસેજ આવ્યો, જેમાં પહેલા લખ્યું હતું કે ‘અમારી ચેટમાં આપનું સ્વાગત છે, ઇસ્લામ વિશે પૂછવા માટે નિઃસંકોચ. હું તમને ઇસ્લામ ધર્મ અપનાવવામાં મદદ કરી શકું છું.’ આ સાથે મેસેજ મોકલનારને ઈસ્લામના ઈતિહાસ અને ઉદયની વિગતો પણ મોકલી હતી. આ મેસેજ બાદ મૃત્યુંજયે વારાણસીના સિગરા પોલીસ સ્ટેશનમાં મેસેજ મોકલનાર સામે નંબરના આધારે ફરિયાદ કરી અને કાર્યવાહી કરવાની વિનંતી કરી. મૃત્યુંજયે જણાવ્યું કે તેના અન્ય પરિચિતોને પણ આવા મેસેજ મળ્યા છે. વારાણસી પોલીસના જણાવ્યા અનુસાર, સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પત્ર સ્વીકારતી વખતે, મામલો તપાસ માટે સાયબર સેલને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. રિપોર્ટ આવતાની સાથે જ કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts