જાફરાબાદ તાલુકાનાં દરિયા કિનારે આવેલ વાહાહ સ્વરૂપ ગામમાં વારાહ સ્વરૂપ ભગવાનનાં મંદિરનાં સાનિઘ્યમાં રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા અને વારાહ સ્વરૂપ મંદિર ટ્રસ્ટ ઘ્વારા તા. 14/11/ર1ને રવિવારનાં રોજ ભવ્ય અને દિવ્ય તુલસી વિવાદનું આયોજન કરવામાં આવેલ છે.
વારાહ સ્વરૂપ મુકામે જે તુલસી વિવાહનું આયોજન કરેલ છે તેમાં ઠાકોરજી જબ્બરી જાન સમુદ્રનાં ટાપુ એવા શિયાળબેટ ગામેથી પધારશે. ઠાકોરજીની જાડી જાન લઈ જવા માટે સમસ્ત શિયાળબેટ ગામે એકજુથ ગઈ અને અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઠાકોરજીની જાન એ શિયાળબેટ ગામ સમસ્ત લઈને જવાનું છે જે જાન શિયાળબેટ બીરાજમાન શ્રી રામજી મંદિરથી ઠાકોરજીની જાન વાજતે ગાજતે વારાહ સ્વરૂપ મંદિર મુકામે શ્રી વૃન્દા (શ્રી તુલસી માતાજી)ની સાથે વિવાહ કરવામાં આવશે.
આ તુલસી વિવાહમાં વારાહ સ્વરૂપ મુકામે ગુજરાતના સુપ્રસિઘ્ધ લોક ગાયીકા શીતલબેન ઠાકોર, રેખાબેન વાળા,શૈલેષભાઈ વાઘેલા પોતાના મધુર સુરથી લોક ડાયરો અને લગ્ન ગીતોની રમઝટ જમાવશે. વારાહ સ્વરૂપ તુલસી વિવાહ આયોજનમાં અનેક સંતો અને મહંતો ઉપસ્થિત રહી અને સર્વ ધર્મપ્રેમી જનતાને રૂડા આશીર્વાદ પાઠવશે તથા તુલસી વિવાહમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
વારાહ સ્વરૂપ મંદિરનાં સાનિઘ્યમાં જે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે તેમાં રાત્રીનાં સર્વ ધર્મપ્રેમી જનતા માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ત્યાર બાદ મોડી રાત્રી સુધી ગુજરાતનાં સુપ્રસિઘ્ધ લોક ગાયીકા શીતલબેન ઠાકોર પોતાના મધુર સુરથી લોકડાયરાની રમઝટ બોલાવશે. તો આ ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહમાં રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા અને વારાહ સ્વરૂપ મંદિર ટ્રસ્ટ ઘ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવેલ છે.
Recent Comments