વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને LCB/SOG ના અધિકારીકર્મચારીઓ સાથે મિટીંગ યોજી તેઓની કામગીરીની સમિક્ષા કરવામાં આવેલ
તેમજ કામગીરી વધુ સુદ્રઢ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ આ શાખાઓની સારી અને ચર્ચાસ્પદ વણશોધાયેલ કેસોને શોધી કાઢવા બદલ અભિનંદન પાઠવવામાં આવેલ.
પોલીસ અધિકારીના ઇન્ટરવ્યુ :
વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓના પર્સનલ ઇન્ટરવ્યુ લઇ તેઓની વ્યક્તિગત કામગીરીની સમિક્ષા કરવામાં આવેલ તથા તેઓની રજૂઆત સાંભળવામાં આવેલ.
સિવિલિયન કર્મચારીઓના ઇન્ટરવ્યુ :
વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને જિલ્લાના સિવિલ કર્મચારીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવેલ તેમજ વહીવટી કામગીરીની સમિક્ષા કરવામાં આવેલ તેમજ પોલીસ અધિકારી/કર્મચારીઓના કોઇપણ જાત પ્રકરણ બિનજરૂરી રીતે પડતર ન રહે તે રીતે કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
ઓર્ડલી રૂમ:
વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને જિલ્લાના ૨૫ પોલીસ કર્મચારીઓની વ્યક્તિગત રજુઆત સાંભળવામાં આવેલ.
પોલીસ સંવાદ :
વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને બાબરા તથા ધારી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે તથા અમરેલી જીલ્લાના પોલીસ હેડ ક્વાટર્સ ખાતે નવ નિયુક્ત તાલીમ લઇ રહેલ-૨૯૩ પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ યોજવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં આવેલ.
ફ્લેગ હોસ્ટીંગ :
રાષ્ટ્ર, રાજ્ય, જિલ્લામાં શાતિ અને કોમી એખલાસનું કાયમી વાતાવરણ જળવાઇ રહે તથા લોકોમાં દેશદાઝ જળવાઇ, રાષ્ટ્ર પ્રત્યે વફાદારી, નિષ્ઠા તેમજ રાષ્ટ્રીય ભાવનાની ઉત્કૃષ્ટ કેળવણી માટે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વિસ્તારના મણીભાઇ ચોક ખાતે તથા બાબરા પો.સ્ટે.માં ભાવનગર ચોકડી ખાતે પોલીસ અધિકારી/કર્મચારીઓ, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ફ્લેગ હોસ્ટીંગ કરવામાં આવેલ.
નોટ રીડીંગ :
વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને જિલ્લામાં વાર્ષિક કામગીરીનું મુલ્યાંકન સંબંધીત અધિકારી/કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવેલ અને જરૂરી સૂચના આપવામાં આવેલ.
સન્માન :
જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની પ્રશંસા કરવામાં આવેલ તથા કોરોના વોરીયર્સ, ઇ-ગુજકોપ, રમત-ગમત, ઇલેક્શન સંબંધિત કામગીરી, ચિત્રકળા, સુરક્ષા સેતુ, બેન્ડ વિગેરે વિવિધ ક્ષેત્રોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવામાં તથા ઉત્કૃષ્ટ કામગીરીઓ કરવા બદલ જિલ્લાના ૪૮ પોલીસ અધિકારી/કર્મચારીઓને સન્માનિત કરવામાં આવેલ.
Recent Comments