fbpx
ગુજરાત

વાલિયા પાસેથી ૬.૧૬ લાખના વિદેશી દારૂ સાથે ટેમ્પોચાલકની ધરપકડ

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરથી લાલ કલરના આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.૪૮.એ.જી.૦૬૩૯માં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક વાલિયા તરફ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વાલિયા ગામના ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ચાલકે ટેમ્પો હંકારી મુક્યો હતો. જેથી પોલીસે તેનો ફિલ્મી ધબે પીછો કરી નેત્રંગ રોડ ઉપર આવેલ જી.ઈ.બી.ત્રણ રસ્તામાં ટેમ્પો રોકી તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની ૬૧૬૮ નંગ બોટલ મળી આવી હતી.

પોલીસે ૬.૧૬ લાખનો દારૂ અને ૧૦ લાખનો ટેમ્પો મળી કુલ ૧૬.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઓડિશાના મનિગા પોસ્ટ અપલવાટા ખાતે રહેતો ટેમ્પો ચાલક રાજેશકુમાર શિવનારાયણ માજીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.વાલિયા પોલીસે નેત્રંગ રોડ ઉપર આવેલા જી.ઈ.બી.ત્રણ રસ્તા પાસેથી ટેમ્પોનો ફિલ્મી ધબે પીછો કરી ચોરખાનામાં સંતાડેલો ૬.૧૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ તેમજ ટેમ્પો મળી કુલ ૧૬.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Follow Me:

Related Posts