વાળની દેખરેખ રાખવી ખુબ જ જરૂરી છે. કારણ કે મોટાભાગના લોકોની સમસ્યા અત્યારે વાળની છે. એવામાં આજે અમે આપને વાળના સારા ગ્રોથ માટેના કેટલાક ઉપાયો જણાવીશું…
– મીઠા લીમડામાં વિટામિન સી અને આયર્ન હોય છે જે વાળ ખરતા ઘટાડવામાં મદદ કરે છે. રોજ ખાલી પેટે 3 થી 4 મીઠા લીમડાના પત્તા ખાઓ. તે ચોક્કસપણે વાળના વિકાસમાં મદદ કરશે અને વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો કરશે.
– ફ્લેક્સસીડમાં વાળ માટે જરૂરી ઓમેગા-3 ભરપૂર માત્રામાં હોય છે. વાળને સ્વસ્થ રાખવા માટે ખાલી પેટે ફ્લેક્સસીડનું પાણી પીવો.
– લીમડાના પાન જેને પ્રાકૃતિક ઔષધી કહેવામાં આવે છે, તે માત્ર પેટ માટે જ નહીં પરંતુ વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સવારે ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી વાળનો વિકાસ સુધરે છે.
– નારિયેળ પાણી એ આરોગ્યપ્રદ પીણું છે. જે હેલ્ધી વાળને વધારવામાં મદદ કરે છે. રોજ ખાલી પેટ નારિયેળ પાણી પીવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ સ્વસ્થ રહે છે.
– વિટામિન સીથી ભરપૂર સાઇટ્રસ ફળો વાળના વિકાસ અને તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. ખાટાં ફળોનો રસ અઠવાડિયામાં ત્રણ વખત ખાલી પેટે પીવો. તેનાથી વાળ ખરતા દૂર થાય છે.
Recent Comments