રાષ્ટ્રીય

વાળને ઘાટા, કાળા અને લાંબા કરવા આ રીતે સ્ટેપ બાય સ્ટેપ નાખો તેલ

આજની આ ફાસ્ટ લાઇફમાં નાના બાળકોથી લઇને અનેક મોટા લોકો વાળની સમસ્યાથી કંટાળી ગયા છે. કોઇને વાળ ખરવાની સમસ્યા હોય  તો કોઇને વાળમાં ખોડો થવાની સમસ્યા. પણ શું તમે જાણો છો વાળમાં તેલ નાખવાની આ સાચી રીત વિશે?

વાળને સારું પોષણ મળે એ માટે વાળમાં તેલ નાખવું ખૂબ જરૂરી છે. પરંતુ આજકાલ અનેક લોકો વાળમાં તેલ નાખવાની સાચી રીતથી અજાણ હોય છે. જો કે ઘણાં લોકો વાળમાં તેલ નાખ્યા પછી અનેક દિવસો સુધી રહેવા દેતા હોય છે અને પછી સમય મળે ત્યારે હેર વોશ કરતા હોય છે. જો તમે પણ આ મોટી ભૂલ કરતા હોવ તો હવેથી બંધ કરી દેજો, નહિં તો તમારા વાળ સાવ ખરાબ થઇ જશે અને અંતે તમારે પસ્તાવાનો વારો આવશે. તો જાણી લો આજે તમે પણ વાળમાં સ્ટેપ બાય સ્ટેપ તેલ નાખવાની આ સાચી રીત વિશે…

સ્ટેપ-1

વાળમાં તેલ નાખ્યા પહેલા બરાબર કાંસકો ફેરવો અને પછી તેલ નાંખો. તેલ નાખ્યા પછી વાળમાં ક્યારે પણ કાંસકો ના ફેરવવો જોઇએ. આમ, કરવાથી વાળ વધુ પ્રમાણમાં તૂટી જાય છે.

સ્ટેપ-2

તેલ નાખતા પહેલા તેલને સામાન્ય ગરમ કરો અને પછી આંગળીના ટેરવાની મદદથી વાળમાં હળવા હાથે માલિશ કરો.

સ્ટેપ-3

વાળમાં તેલ નાખ્યા પછી તરત જ હેર વોશ ના કરો. એક રાત વાળમાં તેલ રહેવા દો અને પછી બીજા દિવસે શેમ્પુથી હેર વોશ કરી લો.

સ્ટેપ-4

વાળમાં તેલ નાખતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખો કે, વધુ પ્રમાણમાં ઓઇલિંગ ના થાય. વાળમાં જરૂરિયાત કરતા વધારે તેલ નાખવાથી વાળ વધુ પ્રમાણમાં ડેમેજ થાય છે.

સ્ટેપ-5

વાળમાં મસાજ કર્યા પછી ગરમ પાણીમાં રૂમાલ પલાળીને પછી તેને વાળમાં લપેટી દો. આ પ્રોસેસ કરવાથી રોમછિદ્રો ખુલી જાય છે અને વાળને બરાબર પ્રમાણમાં પોષણ મળે છે.

Related Posts