ભાવનગર

વાળુકડ ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ

લોકવિદ્યાલય વાળુકડ ખાતે ભાવનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ વિભાગ અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમ ચાલી રહી છે. અહીંની ૭૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ માટે સ્વરક્ષણ જુડો કરાટે તાલીમના પ્રારંભમાં દીપ પ્રાગટ્યમાં સંસ્થાના વડા શ્રી નાનુભાઈ શિરોયા સાથે માર્ગદર્શક શ્રી કિરણભાઈ પરમાર જોડાયા હતા. આ તાલીમમાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહ સાથે ભાગ લઈ રહેલ છે.

Related Posts