વાળ બહુ ખરે છે? વાળમાં વારંવાર થઇ જાય છે ખોડો? તો અજમાવો આ ઘરગથ્થુ નુસ્ખા
શું તમારા વાળ બહુ ખરે છે? શું તમારા વાળમાં ખોડો વારંવાર થઇ જાય છે? જો ‘હા’ તો આ બાબત અંગે તમારે અનેક રીતે વિચારવાની જરૂર છે. વાળમાં ખોડો થવાથી તેમજ વાળ બહુ ખરવાથી દિવસને દિવસે વાળ પાતળા થતા જાય છે અને ગ્રોથ ઓછો થવા લાગે છે.
વાળ ખરવાની અને વાળમાં ખોડો થવાની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઇ છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. જો કે આજના આ સમયમાં છોકરાઓના વાળ પણ ખરવા લાગે છે અને વાળમાં ખોડો થવા લાગે છે. આમ, જો તમારા વાળ પણ બહુ ખરે છે અને વાળમાં ખોડો થવા લાગે છે તો તમે આ ટિપ્સ ફોલો કરો અને વાળની આ સમસ્યામાંથી બહાર આવો.
- જો તમારા વાળમાં વારંવાર ખોડો પડે છે તો લીંબુ સૌથી અસરકારક છે. લીંબુના રસમાં મધ મિક્સ કરીને વાળમાં લગાવો. ત્યારબાદ એક કલાક વાળમાં રહેવા દો અને પછી હેર વોશ કરી લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં બે વાર કરવાની રહેશે. લીંબુ અને મધથી વાળમાં ખોડો થતો બંધ થઇ જાય છે અને વાળ ખરતા પણ અટકે છે.
- બે ચમચી વિનેગરમાં 6 ચમચી પાણી એડ કરીને મિશ્રણને બરાબર તૈયાર કરી લો. ત્યારબાદ વાળમાં બરાબર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. પછી હેર વોશ કરી લો. આ પ્રોસેસ તમારે 15 દિવસમાં 4-5 વાર કરવાની રહેશે.
- આમળા વાળ માટે ખૂબ ફાયદાકારક છે. આમળાને રસમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને પછી વાળમાં લગાવો. ત્યારબાદ અડધો કલાક રહેવા દઇને વાળને શેમ્પૂથી ધોઇ લો.
- કોપરેલ વાળની અનેક સમસ્યાઓ માટે ઉત્તમ છે. કોપરેલના તેલમાં દિવેલ અને લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં હળવા હાથે લગાવો. અઠવાડિયામાં બે વાર આ પ્રોસેસ કરો.
Recent Comments